રાજકોટીઆ પરિવારે રોયલ ટ્રિનિટી હોસ્પિસ માટે £8000 એકત્ર કર્યા

Wednesday 14th October 2026 07:43 EDT
 
 

લંડનઃ જયશ્રીબહેન રાજકોટીઆ અને તેમના પરિવારે 13.1 માઈલની રોયલ પાર્ક્સ હાફ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરીને જયશ્રીબહેનના પ્રેમાળ પતિ વિજયભાઈ રાજકોટીઆના સ્મરણાર્થે રોયલ ટ્રિનિટી હોસ્પિસ માટે 8000પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી છે.

તેમની આ પ્રેરણાદાયક સિદ્ધિ વિજયભાઈની યાદગીરીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ છે. એકત્ર કરાયેલું ભંડોળ રોયલ ટ્રિનિટી હોસ્પિસ દ્વારા પેશન્ટ્સ અને તેમના પરિવારોને કરુણાસભર સારસંભાળ પૂરી પાડવાની અમૂલ્ય કામગીરીને સપોર્ટ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter