રિલેશ જાડેજાને અક્ષમ લોકોની સેવા બદલ OBEનું સન્માન

Wednesday 17th January 2018 07:08 EST
 
 

લંડનઃ કામના સ્થળે ડિસેબલ્ડ લોકોને સપોર્ટ કરતી યોજનાના મુખ્ય સંયોજક રિલેશ જાડેજાને ક્વીન્સ ન્યૂ યર્સ ઓનર્સમાં OBE નું સન્માન અપાયું છે. અક્ષમતા ધરાવતા લોકોની સેવા બદલ વર્ક એન્ડ પેન્શન્સ ડિપાર્ટમેન્ટ (DWP)ની ‘એક્સેસ ટુ વર્ક’ યોજનાના નેતા રિલેશ જાડેજાની કામગીરીની નોંધ લઈ આ સન્માન જાહેર કરાયું છે.

હેરોમાં રહેતા ૫૮ વર્ષીય મિ. જાડેજા DWPમાં ફરજ બજાવે છે અને છ વર્ષથી ‘Access to Work’ સ્કીમની નેતાગીરી સંભાળી રહ્યા છે. આ યોજના કામગીરીમાં યોગ્ય એડજસ્ટમેન્ટ કરવાના ખર્ચમાં ફાળો આપી ડિસેમ્બલ્ડ લોકોને મદદ કરે છે.

રિલેશ જાડેજાએ આ સન્માન બાબતે જણાવ્યું હતું કે, ‘મને ઘણું આશ્ચર્ય થયું છે પરંતુ, આ સન્માન ડિસેબિલિટીઝ સાથેના લોકોની સેવા સાથે સંબંધિત હોવાનો મને ભારે આનંદ છે. મને મારું કાર્ય ગમે છે અને આ રીતે કરાયેલા સન્માનથી હું વિનમ્રતા અનુભવું છું.’

વર્ક એન્ડ પેન્શન્સ ડિપાર્ટમેન્ટના ૧૮ કર્મચારીને ઓનર્સ લિસ્ટમાં સ્થાન મળ્યું હોવાથી વિભાગ દ્વારા ભારે ગૌરવની અભિવ્યક્તિ કરાઈ છે કારણકે લોકોના રોજબરોજના જીવનમાં ‘વાસ્તવિક તફાવત સર્જવા’ બદલ ઘણાંને સન્માનિત કરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter