લંડનઃ રોધરહામ બાળ યૌનશોષણનો ભોગ બનેલી પીડિતાને ફેસબુક પર ધમકી આપનારા ગેંગના ૩૫ વર્ષીય સભ્ય વસીમ ખાલિકની જેલની સજા વધારી દેવામાં આવી હતી. ખાલિકને બાળ અપહરણ અને અભદ્ર બળપ્રયોગના ગુનામાં દોષી ઠેરવાયો હતો.
૧૯૯૭થી ૨૦૧૩ વચ્ચે થયેલા બાળ જાતીય શોષણની ઓપરેશન સ્ટોવવુડ હેઠળ ચાલી રહેલી પોલીસ તપાસના ભાગરૂપે ૩૫ વર્ષીય વસીમ ખાલિકને બાળ અપહરણ અને અભદ્ર બળપ્રયોગના ગુનામાં દોષી ઠેરવાયો હતો. શેફિલ્ડ ક્રાઉન કોર્ટે તેને દસ વર્ષની સજા કરી હતી. પરંતુ, તાજેતરમાં જ તેણે સાક્ષીઓને ધમકાવવાના ત્રણ આરોપ સ્વીકારતાં તેની સજામાં ૪૫ મહિનાનો વધારો કરાયો હતો. રોધરહામમાં ૧,૪૦૦થી વધુ છોકરીઓ પર જાતીય અત્યાચાર થયો હોવાનું તપાસમાં જણાયા બાદ ૨૦૧૫માં ઓપરેશન સ્ટોવવુડ હાથ ધરાયું હતું.