લંડનઃ રાજધાની લંડનના વોલન્ટીઅરી, કોમ્યુનિટી અને ફેઈથ સેક્ટરો વધુ મજબૂત અને ઈમર્જન્સીઓના પડકારો ઝીલવા સજ્જ બને તે હેતુસર નવા ઈનિશિયેટિવ લંડન રિઝિલિઅન્ટ કોમ્યુનિટીઝ પ્રોગ્રામનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમે આ પ્રોગ્રામ વિશે વધુ માહિતી મેળવી તેમાં જોડાઈ શકો છો.
અમે કોમ્યુનિટી ગ્રૂપ્સ અને સંસ્થાઓને ગ્રાન્ટ્સ માટે અરજી કરવા આમંત્રિત કરીએ છીએ જે તમને નીચે મુજબ સપોર્ટ કરી શકશેઃ
• કોમ્યુનિટી ઈમર્જન્સી પ્લાન વિકસાવવા(Toolkit Grant): £500
• કોમ્યુનિટી રિઝિલિઅન્સ ક્લબ બનવા (Hub Grant): £1,000
આ ગ્રાન્ટ્સ તમારી કોમ્યુનિટીની અંદર સ્થિતિસ્થાપકતાના નિર્માણ તેમજ આ લક્ષ્ય માટે કાર્યરત અન્યો સાથે જોડાણ કરવાની તક ઓફર કરે છે.
અરજી કરવાની સમયમર્યાદાઃ 5.00pm બુધવાર, 10 ડિસેમ્બર 2025
આ પ્રોગ્રામ કોમ્યુનિટીઓ કેવી રીતે અરસપરસ ભાગીદારીમાં સાથે મળી સમાવેશી,સંબદ્ધ અને ભાવિ પડકારો માટે સજ્જ હોય તેવા વધુ સ્થિતિસ્થાપક લંડનના નિર્માણ માટે કામ કરી શકે તે જાણવા વિશે છે. ગ્રાઉન્ડવર્ક લંડન, કોમ્યુનિટીઝ પ્રીપેર્ડ (ગ્રાઉન્ડવર્ક સાઉથ) અને બ્રિટિશ રેડ ક્રોસની પાર્ટનરશિપ સાથે તે કામ કરે છે. અમે બે ઓનલાઈન ઈન્ફોર્મેશન સેશન્સનું આયોજન કરી રહ્યા છીએ, જ્યાં તમે ગ્રાન્ટ્સ વિશે વધુ માહિતી મેળવી શકશો.
ગ્રાન્ટ માટે તરત અરજી કરો અને સમગ્ર લંડનમાં વધુ મજબૂત, વધુ સ્થિતિસ્થાપક કોમ્યુનિટીઓનાં નિર્માણમાં અમારી સાથે જોડાઈ જાઓ!
વધુ માહિતી માટે https://www.london.gov.uk/about-us/email-notice/ ની મુલાકાત લેશો.

