લંડનઃ માઈગ્રેશન મ્યૂઝિયમ દ્વારા યુકેના માઈગ્રન્ટ એન્ટ્રેપ્રીન્યોર્સને સમર્પિત એક્ઝિબિશન ખુલ્લું મૂકાયું છે જેમાં ડિલિવરુથી માંડી સ્થાનિક બિઝનેસ માલિકોની બ્રાન્ડ્સ દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ વિવિધ લિસનિંગ બૂથ્સ, વીડિયોઝ અને ડિસ્પ્લેઝ મારફત કંપનીઓના વિદેશી મૂળ વિશે જાણકારી મેળવી શકશે.
માઈગ્રેશન મ્યૂઝિયમના ક્યુરેટર અદિતિ આનંદે જણાવ્યું હતું કે કે પ્રદર્શનનો આરંભ બિઝનેસ પર નજર આપવા સાથે કરાયો હતો પરંતુ, વાસ્તવમાં આ કથા લોકોની બની શકે તેવો ખ્યાલ આવ્યો હતો. કશું સ્થાપવાનો સંઘર્ષ, કોઈ સ્થળે પહોંચવા મોટા અવરોધોનો પડકાર અને કેટલાક બિઝનેસીસ માટે આસમાને પહોંચવાની આ વાત છે. આ મ્યુઝિયમ યુકેમાં અશ્વેતની માલિકીના પ્રથમ મલ્ટિ-મિલિયન પાઉન્ડના બિઝનેસ ડાઈક એન્ડ ડ્રાયડેન જેવી સ્ટોરીઝ પણ કહે છે. જમૈકન પુરુષો દ્વારા સ્થાપિત આ કંપનીએ બેન્કો મારફત રેસિઝમનો સામનો કરવો પડ્યો હતો. તેમના ઊંચા ટર્નઓવર છતાં બેન્કો તેમને ‘હાઈ-રિસ્ક’ ગણાવતી હતી.
પોતાની જ બ્રાન્ડ માટે ફેશન ડિઝાઈનરનું કામ કરતી લંડનસ્થિત એન્ટ્રેપ્રીન્યોર કારેન આર્થરે આ એક્ઝિબિશન માટે યુકે, હેઝિયન, મદ્રાસ અને અંકારા ફેબ્રિક્સના સમન્વયથી ડ્રેસ તૈયાર કર્યો છે. તેમના કહેવા અનુસાર આ ફેબ્રિક- કાપડ 17 અને 18મી સદીમાં ભારતમાં વિકસાવાયું હતું જ્યારે, ગુલામમાલિકોને તદ્દન હળવું અને આબોહવાને માફક આવે તેવું કાપડ જોઈતું હતું.


