ગુરુવાર, 8 ઓગસ્ટે અનૂપમ મિશન ખાતે લિપ્સા નકારજાની પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લિપ્સા વિનુભાઇ અને સોનિયાબહેન (સરોજબહેન) નકારજાની સૌથી મોટી વહાલી દીકરી અને અભિપ્સા નકારજાની મોટી બહેન હતી. આ પ્રાર્થનાસભામાં લિપ્સાના આત્મા માટે પ્રાર્થના અને પરિવારને દિલસોજી પાઠવવા 400થી વધુ મિત્રો અને પરિવારજનો એકત્ર થયા હતા.
લિપ્સા સાચા અર્થમાં પવિત્ર આત્મા હતી જેણે પોતાના ભગવાન અને ગુરુની સેવામાં જીવન સમર્પિત કરી દીધું હતું! તેઓ જેમની નિકટ હતાં તે ગુણાતીત જ્યોતના સંત બહેનોએ અથાગ સેવા અને જેમના પરિચયમાં આવે તેમને મદદ કરવાના પ્રેમાળ સ્વભાવને યાદ કર્યો હતો.
વિનુભાઇ નકારજાએ પોતાની લાગણી વ્યક્ત કરતા લિપ્સા તેમના પરિવાર માટે કેટલું સદ્ભાગ્ય લઈને આવી હતી તે જણાવ્યું હતું. નાની વયથી જ લિપ્સા અને અભિપ્સા શોપમાં તેમના પિતાને અને માતાને ઘરમાં મદદ કરતાં હતાં.
આશીર્વચન આપતા પહેલા સાધુ મનોજદાસજીએ નવા નિવાસ તરફ આત્માની યાત્રા વિશે વાત કરી હતી.
ગુરુહરિ સંત ભગવંત સાહેબજી મહારાજે નકારજા પરિવાર માટે સંપૂર્ણ આશીર્વાદ સાથે આશીર્વચન ઉચ્ચાર્યા હતા. યુએસએમાં 2003માં મૂર્તિ પ્રાર્થીઆ ઈવેન્ટની યાત્રા દરમિયાન લિપ્સાની મદદ, સેવા અને સમર્પણના સી.બી. પટેલના અનુભવની પણ સહુને યાદ અપાવાઈ હતી.


