લેબર પાર્ટીની સપ્તાહમાં ચાર જ દિવસના કામકાજની યોજના

Wednesday 18th September 2019 03:46 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીના શેડો ચાન્સેલર જ્હોન મેકડોનેલે સપ્તાહમાં ચાર દિવસના કામકાજની તરફેણ કરતા ખળભળાટ મચ્યો છે. મેકડોનેલે તૈયાર કરાવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે લેબર પાર્ટી આગામી ૧૦ વર્ષમાં જાહેર ક્ષેત્રમાં લાખો કામદારો માટે કામકાજના કલાકો ઘટાડી સપ્તાહમાં ૩૫ કલાકના કામની યોજના ધરાવે છે. આ રિપોર્ટમાં યુકેમાં દરેક પુખ્ત વ્યક્તિને સરકારે નોકરી પૂરી પાડવી જોઈએ તેવી હાકલ પણ કરાઈ છે. ટોરી પાર્ટી અને બિઝનેસ જૂથોએ ચાર દિવસના કામકાજની યોજના પર પસ્તાળ પાડી હતી.

શેડો ચાન્સેલર મેકડોનેલે વેતન ઘટચાડ્યા વિના કામકાજના કલાકો કેવી રીતે ઘટાડી શકાય ચતે વિશે રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી લોર્ડ સ્કિડેલ્સ્કીને સુપરત કરી હતી. આ રિપોર્ટમાં ભલામણ કરાઈ હતી કે પબ્લિક સેક્ટરે આગામી દાયકામાં સપ્તાહના ૩૫ કલાકના કાર્યનું ધોરણ બનાવવું જોઈએ. આનાથી સમગ્ર અર્થતંત્ર તેને અનુસરે તેવો માપદંડ સ્થાપિત કરી શકાશે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી મેળવી ન શકે તેવી કોઈ પણ વ્યક્તિને કામની ગેરન્ટી આપવા સરકારે આખરી ઉપાય તરીકે નોકરીદાતાની જવાબદારી ઉઠાવવી જોઈએ. આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીના ઘોષણાપત્રમાં આ ભલામણોને સ્થાન મળી શકે છે.

ટોરી પાર્ટીએ આ ભલામણનો વિરોધ કરતા જણાવ્યું હતું કે સપ્તાહમાં ચાર દિવસના કામકાજનું પગલું

વેતનની સ્થગિતતા, હોસ્પિટલોમાં સમસ્યાઓ તેમજ ઓછું વેતન ધરાવતા કામદારો અને નાના બિઝનેસીસને નુકસાન પહોંચાડશે. બીજી તરફ, બિઝનેસ ગ્રૂપ CBI દ્વારા આવી નીતિ સામે ચેતવણી અપાઈ છે કે જ્યારે ફ્લેક્સિબલ કામકાજ વધુ આવશ્યક બની રહ્યું છે ત્યારે આવું જડ વલણ ખોટી દિશા તરફનું પગલું ગણાશે. સપ્તાહના ૩૫ કલાકના કાર્યનો અર્થ એ થાય કે લોકો સપ્તાહમાં પાંચ દિવસ ઓછાં કલાક કામ કરશે અથવા કામકાજનું સપ્તાહ ચાર દિવસનું બની જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter