લંડનઃ ચૂંટણીપ્રચાર દરમિયાન લેબર પાર્ટીના ઉમેદવાર કારીન સ્મિથની હત્યા કરવાની ધમકી આપનારા મેથ્યુ નિબ્લેટને કોર્ટે ૧૪ સપ્તાહની જેલની સજા ફરમાવી છે. મેથ્યુએ ત્રીજી જૂને કારીનની હત્યા કરવાનો સંદેશો મોકલ્યો હતો. કારીન આઠ જૂનની ચૂંટણીમાં બ્રિસ્ટોલ સાઉથમાંથી ચૂંટાઈ આવ્યાં હતાં.
જજ લીને મેથ્યુસે જણાવ્યું હતું કે ‘આપણે ચર્ચા, વિરોધ કે શેરી માર્ચ કરી શકીએ છીએ પરંતુ, રાજકારણીઓની કનડગત કરી શકતા નથી.’ જજે ગત વર્ષે જૂનમાં હત્યા કરાયેલા લેબર સાંસદ જોન કોક્સને પણ યાદ કર્યા હતા. મેથ્યુને સાત વર્ષ સુધી કારીન સ્મિથનો સંપર્ક કે નજીક જવા તેમજ બેડમિન્સ્ટરમાં લેબર પાર્ટીની બ્રિસ્ટલ સાઉથ ઓફિસ નજીક જવા સામે નિયંત્રક આદેશ પણ અપાયો હતો.


