લેસ્ટરના ૩૭ વર્ષીય સંજય કારાવદરા લેસ્ટર મેર કોમ્યુનિટી એસોસિએશન (LMCA)ના પ્રમુખ નીમાયા છે. તેઓ ૨૦૧૪થી લેસ્ટરમાં આઈ ફ્લાય ટ્રાવેલ એજન્સીનું સંચાલન કરે છે. LMCA રજિસ્ટર્ડ ચેરિટી છે અને તે યુકે, યુએસએ, યુરોપ અને એશિયામાં વસતા સમાજના સભ્યો સાથે મળીને મેર સમાજની ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક બાબતોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. વધુમાં, મેર સમાજ માટે ઓગસ્ટ, ૧૯૯૬થી શરૂ થયેલા મેર સેન્ટરનું રોજબરોજનું સંચાલન LMCA દ્વારા કરવામાં આવે છે. સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં માત્ર મેર સમાજ માટે જ નહીં પરંતુ અન્ય સમાજ માટે પણ સંખ્યાબંધ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.


