લોઈડ્સમાં અશ્વેત કર્મચારીઓ વચ્ચે ૨૦ ટકાની વેતનખાઈ

Friday 18th December 2020 00:53 EST
 
 

લંડનઃ શ્વેત અને અશ્વેતોના વેતનો વચ્ચે ખાઈ પ્રવર્તતી હોવાનું બધા જાણે છે પરંતુ, લોઈડ્સ બેન્કિંગ ગ્રૂપે સર્વ પ્રથમ જાહેર કર્યું છે કે તેના અશ્વેત કર્મચારીઓને તેમના અન્ય ઉચ્ચ સાથીઓ કરતાં ૨૦ ટકા ઓછું વેતન ચૂકવાય છે. બ્રિટનના સૌથી મોટા હાઈ સ્ટ્રીટ લેન્ડરે જણાવ્યું છે કે વધુ વેતનો અને વધુ બોનસીસ ધરાવતી સીનિયર પોઝીશન્સમાં અશ્વેત સ્ટાફ ઘણો ઓછો છે.

વ્યાપક રેસ એક્શનના ભાગરુપે જોહેર કરાયેલા આંકડા અનુસાર અશ્વેત સ્ટાફ અને તેમના સાથીઓ વચ્ચે સરેરાશ વેતનખાઈ ૧૯.૭ ટકા હતી જ્યારે, બોનસમાં ૩૭.૬ ટકાનો તફાવત હતો. લોઈડ્સના સ્ટાફમાં અશ્વેત કર્મચારી ૧.૫ ટકા છે પરંતુ, માત્ર ૦.૬ ટકા જ ઉચ્ચ હોદ્દાઓ પર છે. બેન્કે ઉનાળામાં બ્લેક લાઈવ્ઝ મેટર દેખાવોના સંદર્ભમાં ૨૦૨૪ સુધીમાં સીનિયર હોદ્દાઓ પર અશ્વેત સ્ટાફની સંખ્યા ૩ ટકા સુધી વધારવા જુલાઈ મહિનામાં ખાતરી આપી હતી.

અશ્વેતોની વેતનખાઈ જાહેર કરનારી લોઈડ્સ બેન્ક પ્રથમ હોવાથી તેના સ્પર્ધકો સાતે સરખામણી કરવી શક્ય નથી કારણકે વંશીયતા વેતનખાઈ જાહેર કરવી સ્વેચ્છિક છે. નેટવેસ્ટ અને બાર્કલેઝ દ્વારા અગાઉ BAME (અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી) સ્ટાફ માટે સંયુક્ત વેતનખાઈ ડેટા જાહેર કર્યો હતો. આ મહિને જ સેન્ટાન્ડેર યુકે ર્આ મહિને તેમજ વર્જિન મની ૨૦૨૧માં આવી જાહેરાત કરવા ધારે છે.

લોઈડ્સ દ્વારા તેમનો BAME વેતનખાઈ રિપોર્ટ જાહેર કરાયો છે જે અનુસાર સરેરાશ વેતન તફાવત ૧૪.૮ ટકા અને બોનસમાં ૩૨.૫ ટકાનો તફાવત છે. લોઈડ્સમાં BAME કર્મચારીઓ કુલ સ્ટાફના ૧૦.૩ ટકા છે અને સીનિયર હોદ્દેદારોમાં ૭.૩ ટકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter