લોયડ્ઝના ડો. બીજના દાસાણીને DMUની ડોક્ટરેટની માનદ પદવી

Wednesday 01st August 2018 02:57 EDT
 
 

લંડનઃ યુકેના સૌથી મોટા બેંકિંગ ગ્રૂપ લોયડ્ઝના હેડ ઓફ આર્કિટેક્ચર એન્ડ ઈનોવેશન ૩૩ વર્ષીય ડો. બીજના કે દાસાણીનું પ્રતિષ્ઠિત ડી મોન્ટફર્ટ યુનિવર્સિટી (DMU) દ્વારા ડોકટરેટની માનદ પદવીથી બહુમાન કરવામાં આવ્યું હતું. આ યુનિવર્સિટી દ્વારા જે ભારતીયોને આ સિદ્ધિ હાંસલ થઈ છે તેમાં અમિતાભ બચ્ચન અને ગુરિન્દર ચઢ્ઢાનો સમાવેશ થાય છે.

ડો. બીજના કે દાસાણી ૨૦૦૨માં અન્ડરગ્રેજ્યુએટ તરીકે DMU સાથે જોડાયા ત્યારથી વ્યૂહનીતિ અને ઈનોવેશન ક્ષેત્રે કાર્યશીલ રહેવા ઉપરાંત સામાજિક જવાબદારીઓમાં પણ વિશિષ્ટ યોગદાન આપનારા ડો. બીજનાએ વ્યવસાયિક વિકાસ સાધ્યો હતો અને આ સન્માન મેળવ્યું છે.

તેમની ઈન્ડસ્ટ્રી દ્વારા તેઓ વૈશ્વિક, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરે અને મીડિયા દ્વારા પ્રોત્સાહક તરીકે આદર પામ્યા છે. નેલ્સન મંડેલાને પણ આ સન્માન મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter