લોયાધામ પરિવાર યુ.કે દ્વારા 'પિતૃ વંદના મહોત્સવ' યોજાયો

Wednesday 05th September 2018 06:31 EDT
 
 

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું ગામ છે. લોયાધામ મંદિર દ્વારા વિશ્વના ખૂણે ખૂણે લોયાધામ પરિવારની સ્થાપના થઇ છે. જેનાં પ્રેરક પૂ.ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી છે. તેમનાં અથાગ પ્રયત્નથી ઈ.સ. ૨૦૦૯ માં યુ.કે ની ધરતી ઉપર લોયાધામ પરિવાર યુ.કે ની સ્થાપના થઇ હતી. તેના દ્વારા યુ.કે ની ધરતી પર દર વર્ષે સત્સંગના પ્રચાર - પ્રસાર અર્થે વિવિધ આયોજનો થાય છે. દર શનિવારે બીએસએનએલ હોલ, નોર્થ વેમ્બલીમાં બાળકો, યુવાનો અને વડીલો માટે વિવિધ આયોજનો દ્વારા તેમને સંત્સંગનું પોષણ આપવામાં આવે છે અને તેના દ્વારા સંસ્કારી સમાજનું ઘડતર કરવામાં આવે છે. તે અંતર્ગત તા. ૨૦ થી ૨૬ ઓગસ્ટ સાત દિવસના 'પિતૃ વંદના મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ‘શ્રીમદ સત્સંગિજીવન કથા પારાયણ’ નું આયોજન કરાયું હતું. તેના વક્તા પદે વડતાલ મંદિરના મહંત પૂ. ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીએ પોતાની આજ્ઞા-ઉપાસના સભર અમૃતવાણીનો લાભ સત્સંગીઓને આપ્યો હતો. ઉત્સવના છેલ્લા દિવસે વડતાલ પીઠાધિપતિ પૂ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે સભામાં ફોન દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા. શુક્રવારે મહિલા મંચ તથા શનિવારે રાત્રે બાળકો અને યુવાનોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રખાયો હતો. કથા દરમિયાન ‘સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય ઉત્સવ’ તથા ‘ગઢપુર આગમન મહોત્સવ’ ખૂબ ધામધૂમ અને દિવ્યતાપૂર્વક ઉજવાયા હતા. આ ઉત્સવથી યુ.કેની ધરતી પર વસતા અનેક લોકોને જીવન જીવવાનો નવો ઉત્સાહ અને પ્રેરણા મળ્યાં હતા. આગામી ઉત્સવ તા. ૪ અને ૫ મે, ૨૦૧૯ના રોજ જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો, HA3 9TE ખાતે રાખેલ છે માટે અવશ્ય પધારી લાભ લેશો. વિશેષ સંપર્ક માટે www.theswaminarayan.org, Youtube channel: LOYADHAM USA, શૈલેષ પટેલ 07866 049 963.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter