લંડનઃ ઈન્ડિયન જીમખાના ક્લબ દ્વારા દિવંગત લોર્ડ પોલની મેમોરિયલ સર્વિસનું આયોજન રવિવાર 14 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું છે. મેમોરિયલ સર્વિસનો આરંભ બરાબર સવારના 10 વાગ્યે કરાશે અને મહત્ત્મ એક કલાક સુધી ચાલશે. મેઈન હોલમાં યોજાનારી સર્વિસનું સંચાલન રવિ શર્મા દ્વારા કરવામાં આવશે.
ઈન્ડિયન જીમખાના ક્લબના માનદ્ સેક્રેટરી એસ.કે.સોનીના જણાવ્યા મુજબ ક્લબ ખાતે સમગ્ર દિવસ માટે યુકેની ભારતીય મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટની રમત યોજાવાની છે તેમજ હોકી વિભાગ દ્વારા બાળદિન ઉજવાશે જેમાં પ્રથમ ટીમની રમત બપોરના 2 વાગ્યે શરૂ થવાની છે. આ સંજોગોમાં ક્લબ ખાતે લોકોની હાજરી વધુ રહેશે અને મેમોરિયલ સર્વિસમાં હાજરી આપનારાઓને સ્ટુઅર્ડ્સ દ્વારા પાર્કિંગનું ડાયરેક્શન આપવામાં આવશે. મેમોરિયલ સર્વિસમાં પાર્ટનર્સ સાથે હાજરી આપવા વિનંતી કરવામાં આવી છે.