લોર્ડ માઉન્ટબેટન સમલૈંગિક હોવાનો FBI દસ્તાવેજમાં ઘટસ્ફોટ

Wednesday 21st August 2019 04:39 EDT
 
 

લંડનઃ અમેરિકાની જાસૂસી સંસ્થા ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)ના ૭૫ વર્ષ જૂના ગુપ્ત દસ્તાવેજમાં પ્રિન્સ ચાર્લ્સના કાકા અને ભારતના અંતિમ વાઇસરોય લોર્ડ લૂઈ માઉન્ટબેટન સમલિંગી સંબંધોના શોખીન હતા અને કુમળા કિશોરો સાથે સંબંધો બાંધતા હતા તેવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આઈરિશ રિપબ્લિકન આર્મી (IRA) દ્વારા ૨૭ ઓગસ્ટ, ૧૯૭૯માં બોમ્બવિસ્ફોટમાં તેમની હત્યા થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને લેડી એડવિના માઉન્ટબેટન વચ્ચે કહેવાતા પ્રેમસંબંધોએ પણ ચર્ચા જગાવી હતી. એફબીઆઇ હંમેશાં હાઇ પ્રોફાઇલ વ્યક્તિઓની કાળી બાજૂની ફાઇલ તૈયાર કરવાની પરંપરા ધરાવે છે.

માઉન્ટબેટનને દક્ષિણ અશિયામાં ખેલાયેલા યુદ્ધોના વોરહીરો માનવામાં આવે છે પરંતુ, એફબીઆઇની આ ફાઇલ ભારતના અંતિમ વાયઇરોયની જુદી જ તસવીર પેશ કરે છે. એફબીઆઇના દસ્તાવેજમાં કહેવાયું છે કે ફર્સ્ટ અર્લ માઉન્ટબેટન ઓફ બર્મા અને તેમના પત્ની એડવિના ખૂબ નીચું નૈતિક ધોરણ ધરાવતાં હતાં અને લગ્નેતર સંબંધોમાં વ્યસ્ત રહેતાં હતાં. એક સૂત્રનું કહેવું છે કે કુમળા કિશોરો પ્રત્યે માઉન્ટબેટનના આકર્ષણે તેમને કોઇપણ પ્રકારના લશ્કરી ઓપરેશન માટે અનફિટ કરી દીધા હતા. લોર્ડ માઉન્ટબેટન અને એડવિનાનું જીવનચરિત્ર ‘The Mountbattens: Their Lives’ લખનારા બ્રિટિશ ઇતિહાસકાર આન્દ્રે લોવિને વિનંતી કરીને એફબીઆઇ દસ્તાવેજ મેળવ્યો હતો.

માઉન્ટબેટન દક્ષિણ-પૂર્વ એશિયામાં મિત્ર દેશોના સુપ્રીમ કમાન્ડર બનવા સાથે જ એફબીઆઇ એજન્ટે તેમના વિષે માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી હતી અને ત્રણ દાયકા સુધી તે માહિતી એકત્ર કરતો રહ્યો હતો. એફબીઆઈના ન્યૂ યોર્ક ઓફિસના બ્યૂરો ચીફ ઈ ઈ કોનરોયે ફેબ્રુઆરી ૧૯૪૪માં આ સંદર્ભમાં ક્વીન મધરની મિત્ર બેરોનેસ ડેસિસ, એલિઝાબેથ દ લા બેરેસફોર્ડની મુલાકાત પણ લીધી હતી. દસ્તાવેજ જણાવે છે કે મુલાકાત આપતાં બેરોનેસ ડેસિસે કહ્યું હતું કે લોર્ડ માઉન્ટબેટન અને તેમના પત્ની ખૂબ જ નીચું નૈતિક ધોરણ ધરાવતા દંપતી હોવાનું તેમના વર્તુળમાં મનાતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter