વંશીય લઘુમતી જૂથો અને કસ્ટોડિયલ સજા વચ્ચે સીધો સંબંધઃ લોર્ડ ધોળકિયા

Wednesday 19th May 2021 05:47 EDT
 
 

લંડનઃ લોર્ડ નવનીત ધોળકિયા PC,OBE,DL, (ડેપ્યુટી લીડર, લિબરલ ડેમોક્રેટ્સ) દ્વારા ક્વીન્સ સ્પીચ પરની ચર્ચામાં વંશીય લઘુમતી સમુદાય સંદર્ભે પોતાના વિચારો સ્પષ્ટ કરવામાં આવ્યા હતા. હાઉસ ઓફ લોર્ડ્સમાં સંબોધન કરતા લોર્ડ ધોળકિયાએ કહ્યું હતું કે જેલોમાં ૨૭ ટકાથી વધુ વસ્તીના લોકોમાં ૨૧,૫૭૪ લોકો વંશીય લઘુમતી સમુદાયના છે. જો તેમનું પ્રમાણ કોમ્યુનિટીમાં તેમની હાજરી દર્શાવતું હોય તો ૯,૦૦૦થી ઓછાં લોકો જેલમાં હોય. સિસ્ટમમાં BAMEનું પ્રમાણ વધુ દર્શાવવાનો ખર્ચ વાર્ષિક અંદાજે ૨૩૪ મિલિયન પાઉન્ડ જેટલો આવે છે. તેઓ વધુ અપરાધ કરે છે તેમ કહેવું સહેલું છે. બધા જ અપરાધો રિપોર્ટ કરાતા નથી કે ઉકેલાતા નથી. પ્રશ્ન એ છે કે આપણે આવી વિસંગતિ કેવી રીતે પેદા કરી છે.

લોર્ડ નવનીત ધોળકિયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે દેખીતી રીતે જ વંશીય લઘુમતી જૂથો અને કસ્ટોડિયલ સજા મેળવવા વચ્ચે સ્પષ્ટ સીધો સંબંધ છે. અપરાધને સુવિધા મળવા સાથે સંબંધ છે. સૌથી ઓછાં અપરાધ કરનારું જૂથ ભારતીય ઉપખંડમાંથી આવતા લોકોનું છે. જેલોમાં રહેલા BAME લોકો જેલોમાં તેમના અનુભવો અને સ્ટાફ સાથે તેમના સંબંધો વિશે વધુ નકારાત્મક વાતો કરે છે. તેઓને તાજેતરમાં જ નિયંત્રિત કરાયા હોય અથવા સેગ્રેગ્રેશનમાં મૂકાયા હોવાનું કહેવાની શક્યતા વધુ રહે છે.

પ્રિઝન્સ એન્ડ પ્રોબેશન ઓમ્બડ્ઝ્મેન અનુસાર મોટા ભાગે ભેદભાવની તેમની ફરિયાદોની પૂરતી તપાસ કરાતી નથી. અર્થપૂર્ણ તપાસ કરવા માટે આવશ્યક ઈક્વલિટીઝ ડેટા એકત્ર કરવામાં નિષ્ફળતા મળે છે. લોર્ડ ધોળિકિયાએ સ્પષ્ટ કર્યું હતું કે જો વર્તમાન પરિસ્થિતિ ચાલતી રહેશે તો આપણી જેલોમાં ગંભીર ઘટનાઓ થવાની વધુ શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter