લંડનઃ વંશીય લઘુમતીના કારણે પોતાની સંસ્કૃતિ જોખમાઈ હોવાનું ૫૬ ટકા બ્રિટિશરો માને છે. ૧૨ દેશના ૬,૫૦૦ લોકોના સર્વેમાં ૩૪ ટકા લોકોનું માનવું હતું કે વંશીય લઘુમતીની કોમ્યુનિટીઝ સમાજને પાછું વાળવાને બદલે સમાજ પાસેથી વધુ મેળવે છે.
અન્ય ૨૪ ટકા લોકોને લાગ્યું હતું કે માઈગ્રન્ટ્સ બ્રિટિશ વર્કરોની નોકરી છીનવી લે છે. ૫૦ ટકા લોકોએ વંશીય લઘુમતીને લીધે કોઈ અસર ન થઈ હોવાનું જણાવ્યું હતું. માન્ચેસ્ટરમાં થયેલા હુમલા આતંકી અગાઉ ઔરોરૈ હ્યુમેનિટેરિયન ઈનિશિએટિવ દ્વારા આ સર્વે હાથ ધરાયો હતો.

