વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર ગોર્ડન ગ્રીનીજ MBEએ તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાત લઇ મંદિરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને ક્રિકેટ પ્રવૃત્તિને નિહાળી હતી. મંદિર ખાતે અદ્યતન સગવડો સાથેના શ્રી મુક્ત જીવન સ્વામી બાપા કોમ્પલેક્સનું નિર્માણ કરાયું છે અને તેમાં ક્રિકેટ, ફૂટબોલ સહિત વિવિધ રમતગમત, આરોગ્ય અને સુખાકારી માટેની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ઉપરાંત મંદિર ખાતે શૈક્ષણિક અને ચેરિટેબલ પ્રવૃત્તિઅો પણ કરવામાં આવે છે.
૧૯૭૦થી ૧૯૯૦ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચ પર પહોંચાડનાર ગોર્ડન ગ્રીનીજે સ્વામીબાપા ક્રિકેટ ક્લબના ખેલાડીઅો સાથે પણ મુલાકાત કરી કેટલીક ટીપ્સ આપી હતી. આ અગાઉ ક્લાઇવ લોઇડ CBE સહિત કેન્યન ક્રિકેટ ટીમના ખેલાડીઅો પણ મંદિરની મુલાકાત લઇ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી વિશ્વનું સૌ પ્રથમ ઇકો ફ્રેન્ડલી મંદિર છે.