વિજય પટેલના પરિવાર માટે £૨૮,૦૦૦થી વધુ રકમ એકત્ર

Wednesday 17th January 2018 06:26 EST
 
 

લંડનઃ મિલ હિલ વિસ્તારના બ્રોડવેમાં ૬ જાન્યુઆરીએ ત્રણ ટીનેજર્સ દ્વારા હત્યા કરાયેલા મૂળ ભારતીય દુકાનદાર વિજય પટેલના પરિવાર માટે ફંડરેઈઝિંગ પેજ મારફત ૨૮,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી છે. ૪૯ વર્ષીય વિજય પટેલે બે દિવસ મોત સામે લડ્યા પછી સોમવાર આઠ જાન્યુઆરીએ હોસ્પિટલમાં દેહ છોડ્યો હતો. કાનૂની કારણસર અનામ રખાયેલા ૧૬ વર્ષના તરુણ સામે વિજયભાઈ પટેલની હત્યાનો આરોપ લગાવાયો છે.

મિલ હિલ સિનેગોગના રેબી યિત્ઝાક શોસેટ દ્વારા Just Giving crowdfunding પેજ તૈયાર કરાયું હતું. આ પેજ મૂકાયા પછી દાનનો પ્રવાહ અવિરત વહ્યો હતો.

આરંભે ૧,૦૦૦ પાઉન્ડનું લક્ષ્ય રખાયું હતું પરંતુ, દાનની રકમ વધીને ૨૮,૪૫૪ પાઉન્ડે પહોંચી હતી. Just Giving પેજ પર રેબી શોસેટે જણાવ્યું હતું કે, ‘આપણી નજીકના પડોશમાં જે કરુણ ઘટના સર્જાઈ છે તેના પ્રત્યે મિલ હિલ જ્યુઈશ કોમ્યુનિટી અનુકંપા દર્શાવે તે સર્વથા ઉચિત રહેશે.’

દાનની અપીલને સપોર્ટ કરવા justgiving.com/crowdfunding/yitzchak-schochet પેજની મુલાકાત લઈ શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter