વિદ્યાર્થીઓ અભ્યાસનો ખર્ચો કાઢવા ‘સુગર ડેડી’ સાઈટ્સના આશરે!

Wednesday 22nd January 2020 03:45 EST
 
 

લંડનઃ બ્રિટનમાં ૫૦૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અભ્યાસનો ખર્ચો કાઢવા ડેટિંગ વેબસાઈટ્સ પર નોંધણી કરાવે છે. આ ડેટિંગ સાઈટ્સનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ ‘સુગર બેબીઝ’ તરીકે ઓળખાય છે. વિશ્વની સૌથી મોટી ‘સુગર ડેડી’ સાઈટના દાવા અનુસાર વિદ્યાર્થીઓ તેમની સાઈટ દ્વારા માસિક સરેરાશ ૨૯૦૦ પાઉન્ડનું એલાવન્સ કમાઈ શકે છે.

સામાન્ય રીતે મિત્રતા, ઘનિષ્ઠતા અથવા જાતીય સંબંધનો ઝંખતી મોટી પુરુષ વ્યક્તિ ‘સુગર ડેડી’ તરીકે ઓળખાય છે. આના બદલામાં તેઓ યુવાન સ્ત્રી ‘સુગર બેબી’ને નાણાકીય સપોર્ટ પૂરો પાડે છે. વેબસાઈટનો દાવો છે કે તેમની પાસે રજિસ્ટર્ડ કરાયેલા વિદ્યાર્થીઓ ફી ચૂકવણી સહિતની મદદ મેળવી શકે છે. યોગ્ય સુગર ડેડી શોધાય તો ‘ સ્ટુડન્ટ સુગર બેબીઝ’- વિદ્યાર્થીઓને બુક્સ, અને રહેઠાણના ખર્ચા જેવાં યુનિવર્સિટી અભ્યાસ સંબંધિત ખર્ચા પૂરા પાડવા તેમજ યોગ્ય નેટવર્ક અને તકની સુવિધા પ્રાપ્ત કરવામાં પણ મદદ મળે છે.

એક ડેટિંગ વેબસાઈટના રિપોર્ટ અનુસાર યુકેમાં સુગર ડેડી અથવા સુગર મમ્મી ઈચ્છતા યુનિવર્સિટી વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૦૧૮થી ૨૦૧૯ના ગાળામાં ૩૬ ટકાનો વધારો થયો છે. સૌથી ઝડપી સુગર બેબી સ્કૂલ તરીકે યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડન પ્રથમ છે, જ્યા ૨૦૧૯ના અંત સુધીમાં કુલ ૮૪૫ વિદ્યાર્થીએ સુગર બેબી તરીકે સાઈટ્સમાં નોંધણી કરાવી છે. આ પછી યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર અને યુનિવર્સિટી કોલેજ લંડન આવે છે. સુગર બેબી યુનિવર્સિટી તરીકે ૬૮૨ લિસ્ટિંગ સાથે એક્સટર યુનિવર્સિટી ૧૫મા ક્રમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter