વિધવિધ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપનારા આપણા સમાજના ચમકતા તારલાઓનો પરિચય

Wednesday 08th November 2017 08:43 EST
 

વહેતા પાણી જ નદી, સરોવર કે જળાશયોને સ્વચ્છ રાખી શકે છે એમ ‘ગુજરાત સમાચાર’ પણ સમયાંતરે એની વાંચન સામગ્રીમાં વિવિધતા લાવવા હરહંમેશ કટિબધ્ધ રહે છે. ગુજરાત,ભારત, બ્રિટન અને દેશવિદેશના સમાચારો સાથે સાથે ફિલ્મી જગતના સમાચારો, આરોગ્ય, મહિલા વિભાગ, હાસ્ય અને કાર્ટૂન સાથે હિંચકે બેઠાં ઉપરાંત નામાંકિત લેખકોની કોલમો સહિત દર અઠવાડયે ઘણું બધુ વાંચન આપ સૌને ઘેરબેઠા પીરસીએ છીએ. આ ઉપરાંત હજુ પણ અમારા વાંચકોને અહીંના સમાજ વિષે કંઇક નવું જાણવા મળે એવું અમે ઇચ્છીએ છીએ.
આપણા સમાજની અહીં ત્રીજી કે ચોથી પેઢી તૈયાર થઇ ગઇ છે. શરૂઆતમાં સ્ટ્રોબેરી વીણવાના ખેતરોમાં, વિવિધ ચીજવસ્તુઓ ઉત્પાદન કરતી ફેકટરીઓ, દુકાનોમાં કમ્મરતોડ મહેનત કરી પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપી એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. આજે આપણા સમાજની યુવાપેઢીએ અનેકવિધ ક્ષેત્રે યશસ્વી સિધ્ધિ હાંસલ કરી છે એવા છુપાયેલા તારલાઓની સિધ્ધિને અમે ટૂંકા પરિચય સાથે વિના મૂલ્યે બિરદાવા માગીએ છીએ. ઉપરાંત આપણા સમાજમાં આજે ઘણા સૂર-સંગીત-નૃત્ય કલાના સાધકો છે એમને પણ અમે પ્રસિધ્ધિ આપવા માગીએ છીએ. જનસેવા- સમાજસેવા જેવા વિવિધક્ષેત્રે નોંધપાત્ર અનુદાન આપનાર આપણા સમાજની બહેનો જેમણે સંતાનોની કાળજીપૂર્વક પરવરીશ કરવા સાથે સમાજ, જનસેવાકાર્ય, વ્યવસાયક્ષેત્રે અનુદાન આપ્યું હોય એવી બહેનો-માતાઓને અમે બિરદાવવા માગીએ છીએ,
આપણા ઘર-કુટુંબ કે મિત્ર વર્તુળમાં આવા કોઇ કલા-સંગીત, શિક્ષણ, જનસેવા કે વ્યવસાય-વેપાર ઉદ્યોગમાં સિધ્ધિ મેળવી હોય એવા ભાઇ-બહેનો વિષે ૧૫૦ શબ્દોમાં એમના ફોટા સાથે અમને ઇમેલ અથવા પોસ્ટમાં મોકલી આપવા વિનંતી. આ પરિચય પ્રસિધ્ધ કરવા માટે કોઇ ચાર્જ નથી.

વધુ વિગત માટે સંપર્ક
મેનેજીંગ એડિટર કોકિલા પટેલ
0207 749 4080
Email:[email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter