અમદાવાદના ઉપનગર મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું AI 171 બોઈંગ વિમાન તૂટી પડવાની તરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે BAPSના સ્વયંસેવકો દુર્ઘટનાસ્થળે અને નજીકમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાનિક સત્તાવાળાઓને મદદ કરવા આગળ આવ્યા હતા. વોલન્ટીઅર્સે રેસ્ક્યુ અને ઈમર્જન્સી કર્મચારીઓ, પોલીસ, મેડિકલ સ્ટાફ તેમજ અકસ્માતના વિક્ટિમ્સના પરિવારજનોને ભોજન અને તાજા લીંબુપાણી પૂરાં પાડવાની કામગીરી સંભાળી લીધી હતી. સ્વયંસેવકોએ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.