લંડનઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (VUF)ના સ્થાપક અને પ્રેસિડેન્ટ આર.પી. પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ ડી.એન. ગોલ, ચિંતનભાઈ પનારા (ચેરમેન, ગ્લોબલ નેટવર્ક) અને કપિલભાઈ પટેલ (ચેરમેન, ડિજિટલ પ્રમોશન), એમ ચાર સભ્યોની ટીમ 9થી 20 નવેમ્બર, 2025ના સમયગાળા માટે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રીય ચેતના સર્જવા ગ્લોબલ કનેક્ટ ટુરના સંદર્ભે યુનાઈટેડ કિંગ્ડમની મુલાકાતે આવી રહી છે. આ મુલાકાતનો હેતુ કોમ્યુનિટીના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ સાથે અર્થસભર બેઠકો થકી કોમ્યુનિટી સાથે સંપર્ક, એજ્યુકેશન, હેલ્થકેર, એમ્પ્લોયમેન્ટ, સંસ્કૃતિ અને સશક્તિકરણના ઈનિશિયેટિવ્ઝ આગળ વધારી VUFની વૈશ્વિક હાજરી મજબૂત બનાવવાનો છે.
મા ઉમિયાના આશીર્વાદ સાથે VUF વિશ્વભરના વિવિધ દેશોમાં જગતજનની માતા ઉમિયાના મંદિરોનું નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે અને દિવ્ય મિશનમા સહુના સપોર્ટ અને સહભાગિતાને આમંત્રણ આપે છે. સનાતન મૂલ્યોના ઊંડા મૂળિયાં સાથે એકજૂટ અને સશક્ત વૈશ્વિક પરિવારની દિશામાં આગેકદમ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- આસ્થા, એકતા અને ઊર્જાના મંદિરમાં જગતજનની માતા ઉમિયાની વિશ્વમાં 504 ફૂટની સૌથી ઊંચી મૂર્તિ સાથે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2027ના ડિસેમ્બરમાં ઉજવાશે.


