વૃદ્ધો માટે ફ્રી ટીવી લાયસન્સ મુદ્દે BBCની કડક ટીકા

Wednesday 06th February 2019 01:52 EST
 
 

લંડનઃ ૭૫ અને તેથી વધુ વયના લોકો માટે ફ્રી ટેલિવિઝન લાઈસન્સ ફીની મુદત ઘટાડીને BBCએ વૃદ્ધ દર્શકો સાથે છેતરપિંડી કરી હોવાનો તેના પર આક્ષેપ મૂકાયો હતો. અત્યાર સુધી લાયસન્સ દર ત્રણ વર્ષે આપમેળે રિન્યુ થતા હતા. તે મુદત હવે ઘટાડીને ૧૨ મહિના કરી દેવાઈ છે. તેના લીધે સિસ્ટમમાં કોઈ સુધારો થાય અથવા તે રદ કરાય તો તેની અસર ખૂબ ઝડપથી થશે.

સરકારે ૭૫થી વધુ વયના લોકો માટે કન્સેશનની જવાબદારી BBC પર ટ્રાન્સફર કરવાની તેની યોજના જાહેર કર્યા બાદ આ સ્કીમ પર જોખમ ઉભું થયું હતું. અત્યાર સુધી આ સુવિધાનો લાભ અંદાજે ૪ મિલિયન લોકોને મળતો હતો. ગયા વર્ષે કોઈ પણ જાતની જાહેરાત વિના આ ફેરફાર કરાયો હતો. એપ્રિલમાં ટીવી લાઈસન્સની ફી ૧૫૦.૫૦ પાઉન્ડથી વધીને ૧૫૪.૫૦ પાઉન્ડ થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter