લંડનઃ તમામ વેગનોને મોં પર મુક્કા મારવા જોઈએ તેમ કહીને વેગન માતાને લોન આપવાનો ઈન્કાર કરનારા કોલ સેન્ટરના કર્મચારીની બાબતે નેટવેસ્ટે માફી માગી હતી. બેંક દ્વારા જણાવાયું હતું કે તેણે દર્શાવેલો રોષ અને તેનું વર્તન ‘સંપૂર્ણપણે અયોગ્ય’હતા. તે કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયો હતો.
ન્યૂટ્રીશન કોર્સ પૂરો કરી શકાય તે માટે ૪૦૦ પાઉન્ડની લોન માટે અરજી કરનારી મહિલાએ જણાવ્યું હતું કે ફોન પર વાતચીત દરમિયાન તે કર્મચારીએ વેગનો માટે ઉચ્ચારેલા અપશબ્દોથી તેને આઘાત લાગ્યો હતો અને પોતે વ્યથિત થઈ ગઈ હતી.

