વેશ્યાગૃહની ૫૫ વર્ષીય મહિલા માલિક જેલની સજાથી બચી

Wednesday 13th February 2019 03:37 EST
 

લંડનઃ ૩.૮ મિલિયન પાઉન્ડનું વાઈસ એમ્પાયર ઉભું કરનારી ૫૫ વર્ષીય ભૂતપૂર્વ ડેન્ટલ નર્સ સાન્ડ્રા હેન્કિન જેલની સજામાંથી બચી ગઈ હતી. કોર્ટને જણાવાયું હતું કે પરાંવિસ્તારમાં આવેલા તેના વેશ્યાલયો દ્વારા નિયમિતપણે ટેક્સ ચૂકવવામાં આવતો હતો અને તે ચલાવવાની પોલીસે ૧૪ વર્ષથી પરવાનગી આપી હતી.

૫૫ વર્ષીય સારા હેન્કિન બે હાઈએન્ડ વેશ્યાગૃહ ચલાવતી હતી. સેંકડો કોલગર્લ્સ વેબસાઈટ પર તેમની સર્વિસિસની જાહેરાત કરતી હતી. સેન્ડી‘સ સુપરસ્ટાર્સ તરીકે ઓળખાતા આ વેશ્યાલયો તેણે પોલીસ સાથે કરેલી સમજૂતીને લીધે ચાલતા હતા. માન્ચેસ્ટરની મિનશુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે તેણે પોલીસ સાથે સમજૂતી કરી હતી કે તે કદી નાની વયની છોકરીઓનો ઉપયોગ કરશે નહીં. સ્ત્રીઓની હેરાફેરી કરશે નહીં. તેના વેશ્યાલયમાં કામ કરતી કોલગર્લ્સ નિયમિતપણે NHSહેલ્થ ચેક કરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter