વેસ્ટ મીડલેન્ડના ધનાઢ્ય નબીરા બોપારનને ૧૮ મહિનાની જેલ

Wednesday 13th March 2019 03:28 EDT
 
જોખમી ડ્રાઈવિંગ કરનાર એન્ટોનિયો બોપારન અને ઈજાગ્રસ્ત સેરીસ એડવર્ડ્સ
 

લંડનઃ નવ વર્ષ પહેલાં નિર્ધારિત સ્પીડ લિમિટ કરતાં બમણી ઝડપે કાર હંકારીને અકસ્માતમાં બાળકને જીવલેણ ઈજા પહોંચાડનારા લાખો પાઉન્ડની સંપતિના વારસદાર એન્ટોનિયો બોપારનને ૧૮ મહિનાની જેલની સજા કરાઈ હતી. ગયા શુક્રવારે બર્મિંગહામ ક્રાઉન કોર્ટે તેને દોષી ઠેરવીને જેલની સજા તેમજ કાર ચલાવવા પર ત્રણ વર્ષ અને નવ મહિનાનો પ્રતિબંધ મૂક્યો હતો.

વેસ્ટ મીડલેન્ડ્સના સટન કોલ્ડફિલ્ડનો બોપારન અકસ્માત વખતે ૧૯ વર્ષનો હતો. તેણે તેની રેન્જ રોવર સ્પોર્ટ ૩૦mphના ઝોનમાં ૭૦ mphની ઝડપે હંકારીને બાળકી સેરીસ એડવર્ડ્સના પિતાની જીપ સાથે ટકરાવી હતી. સેરીસને જીવલેણ ઈજા થઈ હતી. માત્ર એક વર્ષની સેરીસ બેબીસીટમાંથી બહાર ફંગોળાઈ ગઈ હતી. તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી અને મગજમાં ભારે ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેને કાયમ માટે વેન્ટિલેટર પર રાખવી પડી હતી. તેના પર બાર જેટલાં મોટાં ઓપરેશન કરાયા હતા. પરંતુ, ૧૭ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ તેની નવમી વર્ષગાંઠના એક મહિના પહેલા તેનું મૃત્યુ થયું હતું.

હાલ ૩૨ વર્ષના બોપારને ધનાઢ્ય માતાપિતા રણજીત અને બલજીન્દર બોપારનની માલિકીની રેન્જ રોવર હંકાર્યાના છ મહિના અગાઉ ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કર્યો હતો. બીજા વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં તેની કાર રસ્તાની રોંગ સાઈડ પર ધસી ગઈ હતી અને ક્રિસમસની ભેટો આપીને પરત ફરી રહેલા એડવર્ડ્સ પરિવારની જીપ સાથે ટકરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter