વ્યંઢળ મહિલાને ‘સર’ કહેતા £ ૨,૫૦૦નું વળતર માંગ્યુ

Wednesday 20th March 2019 03:51 EDT
 
 

લંડનઃ રેલ કંપનીના સ્ટાફ દ્વારા ટ્રાન્સજેન્ડર મહિલા કેટી યોમન્સને પુરુષ તરીકે ‘સર’નું સંબોધન કરવામાં આવતા તેણે માફી સાથે વળતર તરીકે ૨,૫૦૦ પાઉન્ડ ચૂકવી આપવાની માગણી કરી હતી. તેનો જન્મ પુરુષ તરીકે થયો હતો. જોકે, ૨૦૧૭માં તેણે લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે સધર્ન સ્ટાફ સાથેના આ કથિત બનાવ બાદ ઉંઘવા માટે તેને ગોળીઓ લેવી પડી હતી.

સધર્ન રેલ્વેએ મામલાની તપાસ ચાલી રહી હોવાનું તેમજ તેના દાવાઓ સામે વાંધો ઉઠાવ્યો હોવાનું જણાવ્યું હતું. ૬૧ વર્ષીય કેટીના શરીરમાં ૨૦૧૪માં ફેરફાર થવા લાગ્યા હતા.તેણે જણાવ્યું હતું કે તેની પાસે ફિમેલ બર્થ સર્ટિફિકેટ હોવા છતાં સધર્ન રેલ્વેના સ્ટાફ દ્વારા બે વખત તેને સર તરીકે સંબોધવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter