શાઈના એનસીના ‘વોક ફોર કોઝ’નું આયોજન

Tuesday 06th June 2023 16:41 EDT
 
 

લંડનઃ ફેશન ડિઝાઈનર, રાજકારણી અને સામાજિક કર્મશીલ શાઈના એનસીના ‘વોક ફોર કોઝ’નું આયોજન 2023ની 15 જૂન ગુરુવારે સાંજના 5થી 7 દરમિયાન એડવર્ડિયન 1, તાજ 51 બકિંગહામ ગેટ સ્યૂટ્સ એન્ડ રેસિડેન્સીસ SW1E 6AF ખાતે કરવામાં આવ્યું છે. વી કેર ફાઉન્ડેશન, મુકુલ માધવ ફાઉન્ડેશન, ઈન્ટરનેશનલ બ્રેસ્ટ કેન્સર જેનોમ પ્રોજેક્ટ અને રોયલ ફ્રી ચેરિટીના લાભાર્થે તાજ ધ ચેમ્બર્સ ખાતે વિશેષ તૈયાર કરાયેલાં વસ્ત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવનાર છે.

વધુ માહિતી આપતાં શાલિની ગ્રોવરે જણાવ્યું હતું કે, ‘ તાજ દ્વારા તેમના ચેમ્બર્સના સભ્યો, વિશિષ્ટ મહેમાનો અને તાજના મિત્રો માટે તૈયાર કરાયેલા વિશેષ રેન્દેવુ ઈવેન્ટ્સનું એક્સક્લુઝિવ કલેક્શન છે. આ સાંજે સાડી પહેરવાના ઈન્ટરએક્ટિવ ડેમોન્સ્ટ્રેશનનો સમાવેશ કરાયો છે જેમાં હમણા બોલી ઉઠશે તેવા પ્રકારના કસ્ટમ્સની ભવ્યતાનો અનુભવ કરી શકશે તેમજ કેટલાક ખાસ કલેક્શન્સનો પ્રી-ઓર્ડર કરવાની તક પણ મેળવી શકે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter