લંડનઃ ફેલક્રિક નજીક બેંકનોકમાં રહેતા જનનેન્દ્રિય ન ધરાવતા ૩૫ વર્ષીય કાર્લોસ ડેલાક્રઝે બે મહિલાઓ પર જાતીય હુમલો કર્યાની વાત કબૂલી હતી. જાતીય ક્રિડા વખતે તે કોઈક પ્રકારનું સાધન વાપરતો હતો. તેનાથી મહિલાઓને તે તેમની સાથે જાતીય ક્રિડા કરતો હોવાનું લાગતું હતું.
પીડિતાઓએ જાતીય ક્રિડા દરમિયાન અતિશય પીડા થતી હોવાનું અને પાછળથી તેમના જનનાંગમાં ચાંદા પડી જતા હોવાનું જણાવ્યું હતું. ડેલાક્રઝ કદી નગ્નાવસ્થામાં તેમની પ્રેમિકાઓ સમક્ષ જતો ન હતો અને લાઈટો બંધ કર્યા પછી જ સહશયન કરતો હતો. તેણે મહિલાઓની મંજૂરી વગર તેમના જનનાંગોમાં કોઈ વસ્તુ નાંખી હોવાનું સ્વીકાર્યું હતું. કસ્ટડીમાં કરાયેલી શારીરિક તપાસમાં તેને શિષ્ન ન હોવાનું જણાયું હતું....
શેરિફ એલિસમ સ્ટર્લિંગે સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં તેનું નામ અચોક્કસ મુદત માટે મૂકાવ્યું હતું. તેને આગામી સપ્ટેમ્બરમાં સજા સંભળાવવામાં આવશે.

