શીખોને અલગ વંશીય જૂથ ગણો

Tuesday 12th September 2017 08:11 EDT
 

લંડનઃ આગામી ૨૦૨૧ની વસ્તી ગણતરીના ફોર્મમાં શીખને માત્ર ધર્મ તરીકે નહિ પરંતુ, અલગ વંશીય જૂથ તરીકે સમાવવા ૧૧૩ સાંસદોએ પત્ર લખીને હિમાયત કરી છે. આ પત્ર યુકે સ્ટેટેસ્ટિક્સ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન પુલિન્જરને લખાયો છે. વર્ષ ૨૦૧૧ના સેન્સસમાં ૮૩,૦૦૦થી વધુ શીખોએ વંશીયતા વિશેના પ્રશ્નમાં અપાયેલા ભારતીય સહિતના વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાનો ઈનકાર કર્યો હતો. આ શીખોએ ‘અન્ય કોઈ વંશીય જૂથ’ માટેની જગ્યામાં શીખ લખ્યું હતું.

યુકેમાં સૌપ્રથમ મહિલા શીખ સાંસદ પ્રીત ગીલે જણાવ્યું હતું કે,‘વિશાળ શીખ વસ્તી ધરાવતી સ્થાનિક ઓથોરિટીઝ ડેટાનું યોગ્ય રેકોર્ડિંગ કરતી નથી. બ્રિટનમાં ૪૨૦,૦૦૦ શીખોની સત્તાવાર વસ્તીનો આંકડો તેમની સાચી સંખ્યાનો અડધો પણ હોઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter