શોપકીપર્સ ફૂડ લેબલના આધારે ફ્રિઝમાં વસ્તુઓનો સંગ્રહ કરશે

Wednesday 13th December 2017 06:49 EST
 

લંડનઃ ૨૦૧૮થી ફૂડ પેકેટસ પર નવા ‘લીટલ બ્લૂ ફ્રિઝ’ ફૂડ લેબલ લગાવવાની શરૂઆત થશે, જે શોપકીપરોને (-) પ ડિગ્રી સેન્ટિગ્રેડ કરતા ઓછા તાપમાને ફ્રિઝમાં મૂકવાની વસ્તુઓ વિશેની માહિતી આપશે. વેસ્ટ રિડક્શન ચેરિટી WRAPના અહેવાલ પ્રમાણે બ્રિટનમાં કુલ ફ્રિઝના લગભગ બે તૃતીઆંશ એટલે કે ૬૬ ટકા ફ્રિઝમાં તાપમાન વધુ પડતું હુંફાળુ હોય છે. રિટેલર્સ ફૂડ સ્ટોરેજ માટે ગ્રાહકોને પૂરતી સલાહ ન આપતા હોવાથી તેમને થોડા અંશે જવાબદાર ઠેરવવામાં આવે છે.

ચેરિટીએ જણાવ્યું હતું કે ફૂડ સ્ટોરેજ માટેની સૂચના સાથેના સ્પષ્ટ લેબલોથી અંદાજે ૧ બિલિયન પાઉન્ડની કિંમતના ૩૫૦,૦૦૦ ટન ફૂડનો બગાડ અટકશે.

ક્યાં શું સ્ટોર કરવું ?

ફ્રિઝની અંદર

ટામેટાઃ તેના પેકેજમાં જ રાખવા અને ઉપયોગના થોડા સમય પહેલા જ બહાર કાઢવા

ઈંડાઃ જે બોક્સમાં આવ્યા હોય તેમાં જ રાખવા

એપલ અને ઓરેન્જઃ ફ્રિઝમાં મૂકવાથી બે અઠવાડિયા સુધી તાજા રહે છે

ફ્રિઝની બહાર

બટાટાઃ તે જ પેકેજમાં ઠંડી અને અંધારી જગ્યામાં રાખવા

ડુંગળીઃ ઠંડી, સૂકી અને અંધારાવાળી જગ્યામાં રાખવી

કેળાઃ ઠંડી અને સૂકી જગ્યામાં રાખવા. કાળા ડાઘ પડવા માંડે તો છાલ ઉતારીને ફ્રિઝમાં રાખવા 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter