કેન્ટન હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના નવીનીકરણ કરાયેલા અને આકર્ષક લાઇટીંગથી શોભતા મંદિરે અન્નકૂટ અને હિન્દુ નૂતન વર્ષની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગ અપાર ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સેંકડો સમર્પિત યુવાનો અને ભક્તોએ અથાક મહેનત કરીને પ્રિય ભગવાન સ્વામિનારાયણને ધરાવવા માટે 250 થી વધુ સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કર્યા હતા. આ ઉજવણી સમુદાયની એકતા, શ્રદ્ધા અને ભક્તિની ઝલક રજૂ કરતી હતી.


