શ્રી રાધાકૃષ્ણ મંદિર, શ્રીનાથજી હવેલીમાં આંબા ઉત્સવ

Saturday 13th June 2026 05:16 EDT
 
 

સાઉથ લંડન, બાલમ હાઇ રોડ પર આવેલ શ્રી શ્યામા આશ્રમ, રાધાકૃષ્ણ મંદિરમાં બિરાજમાન શ્રીનાથજી હવેલીમાં ગયા શનિવારે મનોહારી આંબા ઉત્સવ યોજાયો હતો જેમાં મનોરથી વૈષ્ણવોએ ઠાકોરજી સમક્ષ કેરીઓનો ભોગ ધરાવ્યો હતો. શ્રીનાથજીની નિત્ય સેવા કરતા મુખ્યાજી જગદીશભાઇએ આમ્રવૃક્ષ ઉપર કેરીઓની સુંદર સજાવટ કરી હતી. સાથે શ્રી રાધાકૃષ્ણ સમક્ષ પણ કેરીઓનો ભોગ અર્પણ કરાયો હતો. બપોરે ૪.૦૦ વાગ્યે સત્સંગથી શરૂ થયેલા આ આંબા ઉત્સવમાં VYOના પ્રેસિડેન્ટ જયશ્રીબેન રાડિઆ સહિત ૨૫૦થી વધુ વૈષ્ણવોએ ભાગ લીધો હતો. કાર્યક્રમને અંતે સૌ વૈષ્ણવોને કેરી વિતરણ કરી મહાપ્રસાદીનો લાભ મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter