શ્રીજીના ચરણ, સ્વામીનું સાંનિધ્યઃ હરિભક્તોના હૈયે હરખની હેલી

Wednesday 23rd September 2026 04:47 EDT
 
 

લંડનઃ બ્રિટનની ધરતી પર સનાતન ધર્મ-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે દસકાઓથી કાર્યરત નિસ્ડન સ્વામિનારાયણ મંદિરના ઇતિહાસમાં વધુ એક સોનેરી પૃષ્ઠ ઉમેરાયું છે. હાલ લંડન વિચરણ કરી રહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજે રવિવારે સેંકડો હરિભક્તોની ઉપસ્થિતિમાં મંદિર સંકુલમાં તપોમૂર્તિ નિલકંઠ વર્ણીની 42 ફૂટ ઊંચી પ્રતિમાની પ્રતિષ્ઠા વિધિ કરી હતી. પ્રતિષ્ઠા વિધિ પૂર્વે પ.પૂ. મહંત સ્વામી મહારાજે વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે તપોમૂર્તિ નિલકંઠ વર્ણી મહારાજની પ્રતિમા પર થેમ્સ નદીના જળથી અભિષેક કર્યો હતો.
જળાભિષેકના આ પ્રસંગનું આગવું અને ઐતિહાસિક મહત્ત્વ હતું. અભિષેક માટે થેમ્સ નદીનું આ જળ પુટને બ્રિજ નજીકથી એકત્ર કરાયું હતું. આ જ સ્થળે 55 વર્ષ પહેલાં, 28 જૂન 1970ના રોજ પ.પૂ. યોગીજી મહારાજે 300 કરતાં વધુ હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને પવિત્ર સ્નાન કરાવ્યું હતું. આમ આ ઐતિહાસિક પ્રસંગને તપોમૂર્તિ નિલકંઠ વર્ણીની પ્રતિષ્ઠા વિધિ સાંકળી લેવાયો હતો.
(વિશેષ અહેવાલ • પાન 11-12)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter