સંક્ષિપ્ત સમાચારઃ બ્રિટન

Wednesday 20th February 2019 09:46 EST
 

• સાઈકલિસ્ટે ઘાયલ કરનારને માફ કર્યો

હલમાં ૨૦૧૭માં બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરીને ૫૧ વર્ષીય માર્ક ફિલપોટે ૫૧ વર્ષીય ચેરિસ પીચને અડફેટે લેતા તેને ગંભીર ઈજા થઈ હતી. તે છ અઠવાડિયા સુધી કોમામાં સરી ગયા હતા. જોકે, પીચે ફિલપોટને માફ કરી દીધા હતા. તે સાંભળીને ફિલપોટ ખૂબ ભાવુક બની ગયા હતા અને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. હલ ક્રાઉન કોર્ટે ફિલપોટને ૫૦૦ પાઉન્ડનો દંડ કર્યો હતો અને છ પોઈન્ટ આપ્યા હતા.

અમુક સંજોગોમાં દવાની મદદથી મૃત્યુ ઈચ્છતા ડોક્ટરો

લાંબી બીમારી અને અસહ્ય પીડાનો સામનો કરવાનો આવે તેવા સંજોગોમાં લગભગ અડધા જેટલાં GP's તેમને મૃત્યુભણી લઈ જવામાં મદદરૂપ થાય તેવી પ્રિસ્ક્રાઈબ કરેલી દવાઓ લેવાનું પસંદ કરે તેમ અભ્યાસમાં જણાયું હતું. ૧,૦૦૦થી વધુ ફેમિલી ડોક્ટરોના સર્વેમાં જણાયું હતું કે મોટાભાગના ડોક્ટરો કેટલાંક ચોક્કસ સંજોગોમાં ‘આસિસ્ટેડ ડાઈંગ’નો વિકલ્પ પસંદ કરશે. રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ દ્વારા તેમના સભ્યોને આ મુદ્દે તેમની પ્રતિક્રિયા આપવાનું જણાવતા આ પ્રકારના મૃત્યુની તરફેણ કરતાં જૂથ દ્વારા આ સર્વે કરાયો હતો.

સ્પીડીંગ કોર્સ પૂરો કરનારા ડ્રાઈવરોની સંખ્યા વધી

છેલ્લાં પાંચ વર્ષમાં સ્પીડ અવેરનેસ કોર્સ પૂરો કરનારા કારચાલકોની સંખ્યામાં ૩૩ ટકાનો વધારો થયો હતો. આ ચાલકોએ દંડ અથવા પેનલ્ટી પોઈન્ટને બદલે સ્પીડીંગ કોર્સ કરવાનું પસંદ કર્યું હતું. પોલીસ દળો આવી સ્કીમો દ્વારા દર વર્ષે ૫૦ મિલિયન પાઉન્ડથી વધુની રકમ એકત્ર કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter