સંસ્થા સમાચાર અંક તા. ૧૨-૮-૧૭

Wednesday 09th August 2017 06:21 EDT
 

• અનુપમ મિશન, વેસ્ટર્ન એવન્યુ, ડેનહામ અક્સબ્રીજ UB9 4NA ખાતેના કાર્યક્રમો - ગુરુવાર તા.૧૦-૮-૧૭થી બુધવાર તા.૧૬-૮-૧૭ શ્રીમદ ભગવદ ગીતા - જ્ઞાન યોગ વિશે પૂ. આધ્યાત્માનંદજીનું પ્રવચન, સોમવાર તા.૧૪ રાત્રે ૮થી ૧૦ પ્રવચન અને શ્રી કૃષ્ણજન્મની ઉજવણી - સોમવાર તા.૧૫ સાંજે ૬ ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંપર્ક. 01895 832 709 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૬
• શ્રી મેલડી મા સેવા પરિવાર ઈન્ટરનેશનલ, યુકે દ્વારા ખેડાવાળા પૂ. જય માડી (બી એસ પંચાલ)ની ખાસ ઉપસ્થિતિમાં મેલડી માના ગરબાનું શુક્રવાર તા.૧૧-૮-૧૭ સાંજે ૬ વાગે શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી, HA0 4TA ખાતે આયોજન કરાયું છે.ગરબા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. રીપલ પટેલ 07930 484 562.
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૧૨-૮-૧૭થી શુક્રવાર તા.૧૮-૮-૧૭ બપોરે ૪થી ૭ પૂ. અર્ચનાદીદી સરસ્વતીની શ્રીમદ ભાગવત કથા (શ્રી કૃષ્ણ લીલા) - મંગળવાર તા.૧૫-૮-૧૭ સાંજે ૬ રાષ્ટ્રધ્વજ વંદન અને ૬.૩૦ વેરાયટી કલ્ચરલ શો, મુખ્યહોલમાં - જન્માષ્ટમીની ઉજવણી સાંજે ૬.૧૫થી રાત્રે ૮.૩૦ સંપર્ક.
• શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રના સત્સંગનું શનિવાર તા. ૧૨-૮-૧૭ સાંજે ૬.૩૦થી બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, ૧૧૬ ઈલિંગ રોડ, વેમ્બલી લંડન HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098 775
• બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન, ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4TH ખાતે મંગળવાર તા.૧૫-૮૧૭ સવારે ૧૦થી ૧૧.૪૫ દરમિયાન ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 3019
• ટીમવર્ક આર્ટ્સ એન્ડ ઈન્ડિયા યુકે ૨૦૧૭ યર ઓફ કલ્ચરના એડિનબરા ફેસ્ટિવલ ફ્રીન્જ ૧૮૦,હાઈ સ્ટ્રીટ, એડિનબરા EH1 1QS ખાતેના કાર્યક્રમો - 'મજુલી' શિલ્પા બોર્દોલોઈનો નૃત્ય કાર્યક્રમ શુક્રવાર તા.૧૧-૮-૧૭થી રવિવાર તા.૨૦-૮-૧૭ (૧૪ ઓગસ્ટ સિવાય) સાંજે ૬ વાગે, ડાન્સ બેઝ, સ્ટુડિયો ૩, સંપર્ક. 01316 233 030 - નાટક 'એલિફન્ટ ઈન ધ રૂમ' શનિવાર તા.૨૬-૮-૧૭ સુધી (૧૪ ઓગસ્ટ સિવાય) એસેમ્બલી, ફ્રન્ટ રૂમ.સંપર્ક. 01312 260 026
• શ્રી રામકૃષ્ણ સેન્ટર આલ્ફ્રેડ સ્ટ્રીટ, લફબરો, LE11 1NG ખાતે મંગળવાર તા.૧૫-૮-૧૭ સવારે ૧૦થી ૧૧ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને સાંજે ૬થી જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરાયું છે. સંપર્ક. નરસીભાઈ રાજગોર 01509 218 274
• ગાયત્રી પરિવાર દ્વારા દીપ યજ્ઞનું રવિવાર તા.૧૩-૮-૧૭ બપોરે ૧ વાગે માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07455 578 178
• મા કૃપા ફાઉન્ડેશન અને દેવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મનોરંજન કાર્યક્રમ 'મહામેલા'નું શનિવાર તા.૧૯-૮-૧૭થી રવિવાર તા.૨૦-૮-૧૭ સુધી સવારે ૧૧થી રાત્રે ૮.૩૦ દરમિયાન કેનન્સ હાઈસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર, HA8 6AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જયંતીભાઈ 020 8907 0028
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા શુક્રવાર તા.૧૮-૮-૧૭થી શુક્રવાર તા.૨૫-૮-૧૭ દરમિયાન પર્યૂષણ મહાપર્વની ઉજવણી સેન્ટ મેથિયાસ ચર્ચ હોલ, રશ ગ્રોવ એવન્યુ, કોલિન્ડેલ, લંડન NW9 6QYખાતે આયોજન કરાયું છે. દરરોજ સાંજે ૬.૧૫થી ૧૦.૩૦ દરમિયાન પ્રતિક્રમણ, આરતી અને મંગલદિવો, તા.૨૫ સંવત્સરી પ્રતિક્રમણ સાંજે ૪.૧૫થી ૭.૧૫ થશે. 020 8459 4953

બ્રેન્ટ હિંદુ કાઉન્સિલના નવા હોદ્દેદારો

બ્રેન્ટ હિંદુ કાઉન્સિલના ચેરમેન તરીકે અશ્વિનભાઈ ગલોરિયા અને વાઈસ ચેરમેન તરીકે જયંતીભાઈ પોપટ ચૂંટાઈ આવ્યા છે. અન્ય હોદ્દદારોમાં મનુભાઈ મકવાણા (સેક્રેટરી), હિરેનભાઈ પટેલ (આસિસ્ટન્ટ સેક્રેટરી) મહેન્દ્રભાઈ પટણી (ટ્રેઝરર) અને ઉપેન્દ્રભાઈ સોલંકી (પી.આર.ઓ) તેમજ કમિટી મેમ્બર્સ તરીકે પ્રમોદભાઈ પટેલ, જોર્જ મનસુખલાલ, સુમંતરાય દેસાઈ, અશ્વિનભાઈ હાલાઈ, ભરતભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પુરોહિત અને અરવિંદભાઈ ધૂતિયાનો સમાવેશ થાય છે.

અવસાન નોંધ

રાણા-વરવાડા નિવાસી શ્રીમતી મોતીબેન પુરુષોત્તમ છાયા ૭૮ વર્ષની વયે તા.૨૬-૭-૨૦૧૭ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ તેમની પાછળ બે દીકરા અને ચાર દીકરીઓને છોડી ગયા છે. સંપર્ક. મોહનભાઈ લાડવા 020 8904 9906


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter