સંસ્થા સમાચાર અંક ૧૫ ડિસેમ્બર ૨૦૧૮

Tuesday 11th December 2018 14:31 EST
 

• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન હોમલેસ લોકો માટે કપડાં અને ટીન ફૂડ એકત્ર કરી રહ્યું છે. તેમાં સહયોગ આપવા ઈચ્છતા લોકોએ બીનજરૂરી કપડાં તથા ટીન ફૂડ તા.૧૫.૧૨.૨૦૧૮ને શનિવારે બપોરે ૪થી રાત્રે ૮ દરમિયાન યોગી હોલ, સ્વામીનારાયણ સ્કૂલ, ૨૬૦ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8HE ખાતે જમા કરાવવા. સંપર્ક. 020 8965 2651
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૧૬-૧૨-૧૮ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે. સેન્ટર ખાતે દર બુધવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ શ્રીમદ ભાગવત પુરાણ તેમજ સાંજે ૮ થી રાત્રે ૯ એડલ્ટ શાખા ચાલે છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૬-૧૨-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter