સંસ્થા સમાચાર - અંક ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮

Tuesday 11th September 2018 14:20 EDT
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા. ૧૬ સપ્ટેમ્બર સવારે ૧૧થી ૫ દરમિયાન ૧, ડેવોનશાયર રોડ, એડમન્ટન, લંડન N9 9NGખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર મીનાબેન કાગલાણી અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• રેડબ્રીજ ફેથ ફોરમ દ્વારા યુનિવર્સલ ડેકલેરેશન ઓફ હ્યુમન રાઈટ્સની ૭૦મી વર્ષગાંઠ અને આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી નિમિત્તે તા.૨૩ સપ્ટેમ્બર બપોરે ૧૨.૩૦થી ૪.૨૫ દરમિયાન ‘મલ્ટિ ફેથ વોક ઓફ પીસ – ધ રાઈટ ટુ પીસ’નું હોલોકાસ્ટ મેમોરિયલ ગાર્ડન, વેલેન્ટાઈન્સ પાર્ક, ઈલ્ફર્ડ IG1 4TGથી આયોજન કરાયું છે. વોક કરમસર ગુરુદ્વારા, ૪૦૦ હાઈ રોડ, IG1 1TW ખાતે સંપન્ન થશે. સંપર્ક. 020 8708 2478
• શાંતિધામ દ્વારા તા.૨૩થી ૨૯ સપ્ટે. દરરોજ બપોરે ૩.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન પૂ. આચાર્ય રામાનુજજીની વ્યાસપીઠે ‘શ્રીમદ ભાગવત સપ્તાહ’નું સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. દરરોજ સાંજે ૮થી ૯ મહાપ્રસાદ. તા.૨૩ પોથીયાત્રા, તા.૨૬ કૃષ્ણ જન્મ ઉત્સવ, તા.૨૭ ગીરિરાજ ઉત્સવ અને તા.૨૮ રુક્ષ્મણિ વિવાહ ઉત્સવ. સંપર્ક. 01162 290 421
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે સપ્ટેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • તા.૧૭થી ૨૧ સાંજે ૬.૧૫ અંજલિ બી. પુર્કાયસ્થનું આર્ટ એક્ઝિબિશન • તા. ૨૦ સાંજે ૬.૩૦ શિખા ગાંગૂલી દ્વારા ખયાલ ગાયન • તા. ૨૧ સાંજે ૬.૩૦ આઈડિયલ સેન્ટ્રિસિટી - મેકિંગ ઓફ ઈન્ડિવિડ્યુઅલ ફોર યુનિવર્સલ કોન્કોર્ડ – સત્સંગ યુકે. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે સપ્ટેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો - તા.૨૧થી૨૭ સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન રમા વૈદ્યનાથન દ્વારા ‘કોમ્પોઝિશન ટુ કોરિયોગ્રાફી’ તા.૨૩ સાંજે ૬થી૮.૩૦ સંજય સુબ્રમણ્યમ દ્વારા કર્ણાટકી વોકલ કોન્સર્ટ. સંપર્ક. 020 7381 3086
• કેરેજ્યુકેશન ટ્રસ્ટ ફંડ દ્વારા શકુંતલા ડાન્સ ડ્રામાનું શનિવાર તા.૨૨ સપ્ટેમ્બર સાંજે ૭ વાગે વિલિયોટ્સ થિયેટર, પોટર્સબાર ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીતિન શાહ 020 8361 2475
• રંગીલા ઈવેન્ટ્સ દ્વારા પ્રસ્તુત કોમેડી નાટક ‘વ્હાલથી Whatsapp સુધી’ના સપ્ટેમ્બર ૨૦૧૮ના શોઝ • તા.૧૪ રાત્રે ૮ શ્રી રામ મંદિર, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG સંપર્ક. રાડિયા સુપરસ્ટોર01162 669 409 • તા.૧૫ રાત્રે ૮, વુડબ્રીજ સ્કૂલ, વિન્ડેલ હોલ, સેન્ટ બાર્નાબાસ રોડ, વુડફર્ડ ગ્રીન IG8 7OQ સંપર્ક અનંત પટેલ 07958 744 464 • તા.૨૦ રાત્રે ૮, ભારતીય વિદ્યા ભવન, ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE સંપર્ક. ભાવના પટેલ 07949 269 623 • તા. ૨૧ સાંજે ૭.૩૦, સાઉથબરો હાઈ સ્કૂલ, હૂક રોડ, સર્બિટન KT6 5AS સંપર્ક. કેતન પટેલ 07881 994 100 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન.૧૯
• પંકજ સોઢા આયોજીત પ્રતિમા ટી અભિનિત કોમેડી નાટક ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’ના સપ્ટેમ્બર ૨૦૧૮ના શોઝ • તા.૨૭ સાંજે ૭, ભારતીય વિદ્યા ભવન, કેન્સિંગ્ટન, લંડન W14 9HE સંપર્ક. પી આર પટેલ 07957 555 226 • તા.૨૮ સાંજે ૮ પ્રગતિમંડળ સેમ્પસન રોડ, બર્મિંગહામ B11 1JL સંપર્ક. સુભાષ પટેલ07962 351 170
• તા. ૨૯ સાંજે ૮ વાગે, હેચ એન્ડ હાઈસ્કૂલ, હેડસ્ટોન લેન હેરો, HA3 6NR સંપર્ક. મંજુ 07931 534 270 • તા.૩૦ બપોરે ૪ વિન્સ્ટન ચર્ચિલ
હોલ, પીન વે HA4 7QL રાઈસ્લિપ સંપર્ક. દીપા પટેલ07947 561 947
• શ્રીજી ધામ હવેલી ૫૦૪, મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SP ખાતે તા. ૧૬ સપ્ટેમ્બર બપોરે ૩.૪૫થી સાંજે ૬.૩૦ દરમિયાન ‘હેલ્થ અવેરનેસ પ્રેઝન્ટેશન્સ’ અંતર્ગત પ્રીતિબેન રૈથાલા દ્વારા ડાયાબિટીસ અને જ્યોતિબેન શાહ દ્વારા પ્રોસ્ટેટ કેન્સર વિશે પ્રેઝન્ટેશન રજૂ કરાશે. સંપર્ક. 01162 122 827

•••

ગણેશ વિસર્જન
કિંગ્સબરીમાં ૧૬, એલિંગ્ટન ક્રેસન્ટ, NW9 8JN ખાતેથી ગણેશ વિસર્જન માટે ક્લેક્ટન-ઓન-સી જવા માટે કોચ તા. ૨૩ સપ્ટેમ્બર સવારે ૮ વાગે રો ગ્રીન પાર્ક, કિંગ્સબરી રોડ કિંગ્સબરીથી ઉપડશે અને સાંજે ૫ વાગે પરત આવશે. સંપર્કઃ રશ્મિબેન અમીન 020 8200 0021 અને 07932 790 245

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter