સંસ્થા સમાચાર - અંક ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૯

Tuesday 12th February 2019 15:19 EST
 

• પુષ્ટિનિધિ યુકે શ્રીજી ધામ, પુષ્ટિ યુથ અને પ્રિયા સંઘ રાસ દ્વારા રાસગરબાના કાર્યક્રમ ‘શ્યામ કી પ્રેમ દીવાની’નું તા.૧૬.૦૨.૧૯ને શનિવારે સાંજે ૭.૩૦ વાગે શ્રીજી ધામ હવેલી, ૫૦૪, મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SP ખાતે આયોજન કરાયું છે.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - રવિવાર તા.૧૭.૦૨.૧૯ સવારે ૧૦થી સાંજે ૭.૧૫ દરમિયાન હનુમાન ચાલીસા અને માતા કી ચૌકી - ગુરુવાર તા.૨૧.૦૨.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન કથા/પ્રવચન - સંસ્થામાં દર ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી ચાલે છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૭.૦૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, IG1 1EE ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર KSMY છે. સંપર્ક. 020 8459 5758
• લંડન સેવાશ્રમ સંઘ ૯૯ એ ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે માઘ પૂર્ણિમા નિમિત્તે તા.૧૯.૦૨.૧૯ સાંજે ૭ વાગે હવન અને સ્વામી પ્રણવાનંદજીના દિવ્ય જીવન વિશે પ્રવચન તેમજ વીડિયો શોનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8743 9048
• NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ‘સેવા વીક’ અંતર્ગત નેશનલ બ્લડ ડોનેશનનું તા.૨૨.૦૨.૧૯ને શુક્રવારે સવારે ૧૧.૩૦થી રાત્રે ૮.૧૫ દરમિયાનVHP ઈલ્ફર્ડ સેન્ટર, ૫૫ આલ્બર્ટ રોડ, ઈલ્ફર્ડ IG1 1HJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રવિ ભણોત 07956 556 613


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter