સંસ્થા સમાચાર - અંક ૧૬ માર્ચ ૨૦૧૯

Thursday 14th March 2019 02:16 EDT
 

• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડલેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૨૦.૩.૧૯ સાંજે ૬થી ૮ હોળી ઉત્સવ (હોલિકા દહન) તેમજ સાંજે ૭ વાગે આરતીનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8954 0205
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન દ્વારા તા.૨૦.૩.૧૯ સાંજે ૬થી રાત્રે ૮.૩૦ દરમિયાન હોળી ઉત્સવનું આયોજન સ્વામીનારાયણ સ્કૂલ ૨૬૦, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન લંડન NW10 8HE ખાતે કરાયું છે. સાંજે ૬થી ૬.૧૫ હોલિકા દહન અને આરતી તેમજ ૮.૩૦ સુધી હોળી દર્શન, પૂજન અને પરિક્રમા થશે. સંપર્ક. 020 8965 2651
• હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા તા.૨૦.૩.૧૯ને બુધવારે હોળીના તહેવાર નિમિત્તે સાંજે ૬થી ૯ રો ગ્રીન પાર્ક, કિંગ્સબરી રોડ, લંડન NW9 9PA ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. સંપર્ક. પ્રમોદભાઈ પોપટ 07984 212 291
• શ્રી જલારામ જ્યોત મંદિર WASP, રેપ્ટન એવન્યુ, સડબરી વેમ્બલી HA0 3DW ખાતે તા.૨૦.૩.૧૯ હોળી નિમિત્તે સાંજે ૬થી ૯ દરમિયાન હોલિકા દહનનું આયોજન કરાયું છે. સાંજે ૬થી ૯ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8902 8885
• રાધાકૃષ્ણ મંદિર, ૩૩ બાલમ હાઇરોડ, સાઉથ લંડન ખાતેના માર્ચ ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૭.૩.૧૯ બપોરે ૩.૩૦થી ૪.૩૦ કુંજ એકાદશી - ફુલ ફાગ મનોરથ – તા.૨૦ હોળી નિમિત્તે સાંજે ૫થી ૮ હોલિકા દહન – તા.૨૧ બપોરે ૧૨થી ૨ ડોલ ઉત્સવ બાદમાં સત્સંગ અને મહાપ્રસાદ. સંપર્ક 020 8675 3831
• શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ૧૫૯-૧૬૧, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન લંડન E11 1NP ખાતેના કાર્યક્રમો - તા.૨૦.૩.૧૯ સાંજે ૬.૩૦થી ૯ હોલિકા દહન – તા.૨૧.૩.૧૯ બપોરે ૧૨થી ૧ દોલોત્સવ અને બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 020 8989 7539
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા.૧૭.૦૩.૧૯ સવારે ૧૧થી ૫ સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 020 8459 5758
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૫૫, આલ્બર્ટ રોડ ઈલ્ફર્ડ IG1 1HN ખાતે લંડન બરો ઓફ રેડબ્રીજ અને રેડ બ્રીજ ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપના ઉપક્રમે તા.૨૪.૩.૧૯ બપોરે ૧.૩૦થી ૩.૪૫ હેલ્થ એન્ડ વેલ બીઈંગ સેમિનારનું આયોજન કરાયું છે. નિષ્ણાત ડોક્ટરોનું પ્રવચન, પ્રશ્રોત્તરી અને કાર્યક્રમના અંતે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8553 5471


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter