સંસ્થા સમાચાર - અંક ૧૯ જાન્યુઆરી ૨૦૧૯

Thursday 17th January 2019 07:48 EST
 

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૦.૦૧.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે. સંસ્થામાં દર ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧ સિનીયર સિટીઝન્સ એસેમ્બલી ચાલે છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૦.૦૧.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના ભાઈબહેનો છે. સંપર્ક. 020 8459 5758
• ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ ૧૩-૧૫, મેગડેલન સ્ટ્રીટ, ઓક્સફર્ડ, OX1 3AE ખાતે તા.૧૩.૧.૧૯થી તા.૫.૩.૧૯ સુધી OCHS લેક્ચર્સ – સેમીનાર્સ, હિલેરી ટર્મ – ૨૦૧૯ યોજાઈ છે. સંપર્ક. 01865 304 300
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૬.૦૧.૧૯ ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે સાંજે ૬ વાગે ધ્વજવંદન અને સાંજે ૭ વાગે વેરાઈટી કલ્ચર શોનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• લોહાણા ચેરિટેબલ ફાઉન્ડેશન લિ. દ્વારા ચિન્મય યુનિવર્સિટી - વિશ્વવિદ્યાપીઠના લાભાર્થે બોલિવુડ ગીતોની લાઈવ મ્યુઝિક નાઈટ ‘મહેફિલ’નું તા.૨૭.૦૧.૧૯ સાંજે ૭.૩૦ વાગે ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, લંડન HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વિનુભાઈ કોટેચા 07956 847 764
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે જાન્યુઆરી ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૦થી ૨૩ સવારે ૧૧થી ૭ આર્ટ એન્ડ અવેરનેસ એક્ઝિબિશન – તા. ૨૪ અને ૨૫ સવારે ૧૧થી સાંજે ૭ લેસ્લી લિસ્મોરની કૃતિઓનું પ્રદર્શન - તા.૨૬ અને ૨૭ બપોરે ૨.૦૦ ભવન એન્યુઅલ ફાઉન્ડર્સ ડે. સંપર્ક. 020 7381 3086


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter