• નડિયાદ નાગરિક મંડળના કાર્યક્રમો • તા.૨૧.૧૦.૧૮ સાંજે ૪ વાગે ૪૫મી વાર્ષિક સાધારણ સભા, કેનન્સ હાઈસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. મનોરંજન કાર્યક્રમ પછી પ્રીતિભોજન રાખેલ છે. નડિયાદની પરિણિત દીકરીઓ અને બહેનોને તેમના પરિવાર સાથે પધારવા આમંત્રણ છે
• તા.૨૦.૧૦.૧૮ સુધી CGNM ગરબા, કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન NW9 9ND • તા. ૨૮.૧૦.૧૮ બપોરે ૧ વાગે શ્રી સંતરામ ભક્ત સમાજનો શરદ પૂર્ણિમાનો કાર્યક્રમ, બિશપ ડગલાસ રોમન કેથોલિક હાઈસ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફિંચલી, લંડન N2 0SG સંપર્ક. 020 8777 0273
• શ્રી તારાપુર, યુકે દ્વારા વાર્ષિક દિવાળી સંમેલન અને વાર્ષિક સાધારણ સભાનું તા.૨૮.૧૦.૧૮ સાંજે ૫થી રાત્રે ૧૦ દરમિયાન બ્લૂરૂમ સ્પોર્ટ્સ વેન્યુ,૨૨૦ હેડસ્ટોન લેન, હેરો, HA2 6LY ખાતે આયોજન કરાયું છે. સંમેલનમાં સંગીત, રાસ-ગરબા તેમજ ભોજન રાખવામાં આવેલ છે. તારાપુરવાસીઓ તેમજ પરણાવેલી બહેન-દીકરીઓને કુટુંબ સહિત પધારવા આમંત્રણ છે. સંપર્ક. બિરેન અમીન 07771 808 099
• બોલ્ટન હિંદુ ફોરમ દ્વારા ‘દશેરા ૨૦૧૮’નું તા.૨૧.૧૦.૧૮ બપોરે ૪, બોલ્ટન ક્રિકેટ ક્લબ, બિશપ્સ રોડ, ફાર્નવર્થ, બોલ્ટન BL3 2JB ખાતે આયોજન કરાયું છે. અદભૂત આતશબાજી સાથે નોર્થ ઈંગ્લેન્ડમાં સૌથી મોટું રાવણદહન. પ્રવેશ મફત. લેન્ટર્ન પરેડમાં ભગવાન રામના સૈન્યમાં બાળકો જોડાઈ શકશે. સંપર્ક. 01204 238 018
• સ્કાય ૭૧૪ ચેનલ પર રવિવાર તા.૨૧.૧૦.૧૮ સવારે ૧૧ વાગે નિહાળો કાર્યક્રમ - સ્વામી વિવેકાનંદને આપ કેવી રીતે હનુમાનજી સાથે સરખાવો છો ? સ્વામી વિવેકાનંદ વિશે ખાસ શું છે ? આપણા પાપ
કેવી રીતે ધોવા ? સંપર્ક. 07717 884 792
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા.૨૧-૧૦-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી યુએસએ છે. સંપર્ક: 020 8459 5758
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો
• તા.૨૭-૧૦-૧૮ બપોરે ૨.૩૦થી કરવા ચોથની કથા
• તા.૨૮-૧૦-૧૮ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન ‘માતા કી ચૌકી’. સંપર્ક. 020 8553 5471
• શ્રી સંતરામ ભક્ત સમાજ યૂ.કે. દ્વારા વર્તમાન મહંત પૂ. રામદાસજી મહારાજની આજ્ઞા આશીર્વાદ આદેશાનુસાર બ્રહ્મલીન પ.પૂ. નારાયણદાસ મહારાજની ૧૪મી પૂણ્યતિથિ- શરદ પૂર્ણિમાનો શ્રી સંતરામ સત્સંગ તા.૨૮.૧૦.૧૮ રવિવારે બીશપ ડગલાસ રોમન કેથોલિક હાઈસ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફીંચલી N2
0SG ખાતે આયોજન
કરાયું છે. આરતી બાદ મહાપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક: 07956503259
• NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સેવા ડે નિમિત્તે ‘ઈલ્ફર્ડ - બ્લડ ડોનેશન ડ્રાઈવ નવેમ્બર ૨૦૧૮’નું તા.૨.૧૧.૧૮ બપોરે ૧.૨૦થી સાંજે ૭.૧૫ દરમિયાન ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૫૫ આલ્બર્ટ રોડ, ઈલ્ફર્ડ એસેક્સ IG1 1HN ખાતે આયોજન કરાયું છે. રજિસ્ટ્રેશન માટે 03001 232 323 પર કોલ કરો. સંપર્ક. રવિ ભણોત 07956 556 613
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે ઓક્ટોબર ૨૦૧૮ના કાર્યક્રમો • તા.૨૬ સાંજે ૭.૦૦ ઉમીદ – કલર્સ ઓફ હોપ, સુનયના ગુપ્તા દ્વારા શાસ્ત્રીય નૃત્ય • તા.૩૦ સાંજે ૬.૪૫ મધુલિતા મોહપાત્રનો ઓડિસી વર્કશોપ. સંપર્ક. 020 7381 3086

