સંસ્થા સમાચાર અંક ૨૧ એપ્રિલ ૨૦૧૮

Tuesday 17th April 2018 14:53 EDT
 

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૨-૪-૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન માતાકી ચૌકીનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૨૧.૪.૧૮ સાંજે ૬.૩૦ વાગે VHPહિંદુ ટેમ્પલ, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098775
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૨-૦૪-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને શ્રી રામ મંદિર વોલસોલના સંયુક્ત ઉપક્રમે સ્વામી ચિન્મયાનંદજીની રામકથાનું મંગળવાર તા.૦૧-૦૫-૧૮થી સોમવાર તા.૦૭-૦૫-૧૮ સાંજે પથી રાત્રે ૮ દરમિયાન હિંદુ ટેમ્પલ, ૧૦૩ ડર્બી ક્લોઝ, ચેની મેનોર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, સ્વીન્ડન SN12 2QJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન અને સત્ય સાંઈ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન્સ યુકે દ્વારા રવિવાર તા.૨૨.૪.૨૦૧૮ સવારે ૧૦થી બપોરે ૩ દરમિયાન હેલ્થ અવેરનેસ ડેનું બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, લંડન HA0 4TH ખાતે આયોજન કરાયું છે. તેમાં બ્લડપ્રેશર, બ્લડસુગર, બોડી માસ્ક ઈન્ડેક્સ, ડાયાબીટીસની તપાસ કરવામાં આવશે. સંપર્ક. 020 8903 3019
• ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા રવિવાર તા.૨૨-૪-૧૮થી શનિવાર તા.૧૬-૬-૧૮ દરમિયાન OCHS લેકચર્સ અને સેમિનાર – ટ્રિનિટી ટર્મ ૨૦૧૮નું ૧૩-૧૫, મેગ્ડેલન સ્ટ્રીટ, ઓક્સફર્ડ OX1 3AEખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01865 304 300
• ગેલેક્સી શોઝ લંડન અને સ્કાયલિંક પ્રસ્તુત નાટક ‘બૈરી મારી બ્લડપ્રેશર’ના શો • શુક્રવાર તા. ૨૭.૪.૧૮ રાત્રે ૮ વાગે તથા શનિવાર તા.૨૮.૪.૧૮ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ, HA4 7QL સંપર્ક. મધુ મિસ્ત્રી 07950 417 091 • જે બી પટેલ 020 8346 2419 • રવિવાર તા.૨૯.૪.૧૮ બપોરે ૨ વાગે કેનન્સ સ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN સંપર્ક. સુધા માંડલિયા 07956 815 101
• રવિવાર તા.૨૯ સાંજે ૭.૩૦ વાયલોટ્સ સેન્ટર, પોટર્સ બાર હાર્ટ્સ EN6 2HN સંપર્ક. નીતિન શાહ 020 8361 2475


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter