સંસ્થા સમાચાર - અંક ૨૧ જુલાઇ ૨૦૧૮

Wednesday 18th July 2018 06:25 EDT
 

• સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) દ્વારા પૂ. દિવ્યસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં આયોજીત સત્સંગ સભા અને સંતોનું વિચરણ • ગુરુવાર તા.૧૯.૭.૧૮ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ સ્થળઃ ૧૬૭, ડ્રેપર ક્લોઝ, વેસ્ટ થરોક, ગ્રેસ, એસેક્સ, RM20 4BL સંપર્ક. 07826 545 410 • શુક્રવાર તા.૨૦.૭.૧૮ સાંજે ૭થી રાત્રે ૯ સ્થળઃ આઈફિલ્ડ વેસ્ટ કોમ્યુનિટી સેન્ટર, ડોબિન્સ પ્લેસ, હાઈડ ડ્રાઈવ, આઈફિલ્ડ, ક્રોલી Rh11 0SZ સંપર્ક. 07773 055 707 • રવિવાર તા.૨૨.૭.૧૮ સવારે ૧૦થી ૧૧.૩૦ સ્થળઃ એ-૧૫૫, વુલ્વરહેમ્પટન રોડ, બર્મિંગહામ B68 0NB સંપર્ક. 07877 253 501 • રવિવાર તા.૨૨.૭.૧૮ બપોરે ૨.૩૦થી ૩.૩૦ સ્થળઃ બેલ્ગ્રેવ નેબરહુડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF સંપર્ક. 07545 167 614

• મિલન ગ્રૂપ, વોલિંગ્ટન દ્વારા બે વર્ષ અગાઉ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠ અને મિલન ગ્રૂપના ૧૦મા સ્થાપના દિનની ઉજવણી ડાન્સ અને મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ડીવીડી શોનું શુક્રવાર તા.૨૦.૭.૧૮ સાંજે ૫.૩૦ વાગે ધ સેન્ટર, મિલ્ટન રોડ, વોલિંગ્ટન સરે SM6 9RP ખાતે રાખવામાં આવ્યું છે. સંપર્ક. કાંતિભાઈ ગણાત્રા 07974 640 350

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૨-૭-૧૮ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8553 5471

• શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા લિંબાચીયા સમાજના તમામ સભ્યો માટે સંમેલનનું રવિવાર તા.૨૨.૭.૧૮ સવારે ૮.૩૦થી સાંજે ૬ દરમિયાન માહેર કોમ્યુનિટી સેન્ટર, ૧૫, રેવન્સબ્રીજ ડ્રાઈવ, લેસ્ટર LE4 0BZ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિનભાઈ ગલોરિયા 07914 000 675

• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૨૧.૭.૧૮ સાંજે ૬.૩૦ વાગે VHPઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, IG1 1EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098775

• મા કૃપા ફાઉન્ડેશન યુકે, દ્વારા આચાર્ય રામાનંદજીની વાણીમાં શ્રીમદ ભાગવત કથાનું શનિવાર તા.૨૧.૭.૧૮થી શુક્રવાર તા.૨૭.૭.૧૮ દરમિયાન બપોરે ૩ વાગ્યાથી કેનન્સ હાઈ સ્કૂલ, એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. ગુરુવાર તા.૨૬.૭.૧૮ સાંજે ૮ વાગે ભજન રાખવામાં આવ્યા છે. દરરોજ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. જયંતીભાઈ ખગ્રામ 020 8907 0028

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૨-૦૭-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે લંડન NW2 6QD ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310

• સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) યુનિટ ૬, બાઉમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, કિંગ્સબરી NW9 9RL ખાતે સોમવાર તા.૨૩.૭.૧૮થી શનિવાર તા.૨૮.૭.૧૮ સાંજે ૭થી રાત્રે ૯ દરમિયાન ‘વચનામૃત પારાયણ’નું આયોજન કરાયું છે. • બુધવાર તા.૨૫ કથા દરમિયાન વાલી સંમેલન યોજાશે • શુક્રવાર તા.૨૭ સાંજે ૭થી રાત્રે ૯ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાશે • તા.૨૦થી તા.૨૭ સવારે ૮થી ૯.૩૦ સવારની સભા • શનિવાર તા.૨૧ સાંજે ૭થી રાત્રે ૯ સમૈયાનું આયોજન કરાયું છે સંપર્ક. 020 3630 0032

• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો
• રવિવાર તા.૨૨.૭.૧૮ ભજન ભોજન સવારે ૯.૩૦થી બપોરે ૩.૩૦ • સોમવાર તા.૨૩.૭.૧૮થી શુક્રવાર તા.૨૭.૭.૧૮ ગૌરીવ્રત- મોળાકત (નાની બાળાઓ માટે), પૂજારી દ્વારા બુધવારે સવારે ૧૦.૩૦ વડ પૂજન કરાવાશે.
• બુધવાર તા.૨૫.૦૭.૧૮થી રવિવાર તા.૨૯.૦૭.૧૮ જયા પાર્વતી વ્રત, જાગરણ તા.૨૯.૭.૧૮ અને પારણા તા.૩૦.૦૭.૧૮
• શનિવાર તા.૨૮.૭.૧૮ સાંજે ૮ વાગે ગુરુ પૂર્ણિમા પૂજન. સંપર્ક. 01772 253 901

• બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન દ્વારા રવિવાર તા.૨૯.૭.૧૮ સવારે ૧૦થી બપોરે ૨ દરમિયાન હાઈ કમિશન ઓફ ઈન્ડિયા કોન્સુલર સર્જરીનું ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. તેમાં ભારતીય પાસપોર્ટ અરજી, ઓસીઆઈ અરજી અને ડોક્યુમેન્ટ્સના એટેસ્ટેશન તેમજ વિઝા વિશે સલાહ અપાશે. સંપર્ક. 020 8903 3019

• મા કૃપા ફાઉન્ડેશન યુકે, દ્વારા ‘ચેરિટી ફનફેર મેલા’નું શનિવાર તા.૨૮.૭.૧૮ અને રવિવાર તા.૨૯.૭.૧૮ સુધી બપોરે ૧થી સાંજે ૭ દરમિયાન કેનન્સ હાઈ સ્કૂલ, એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ભારત અને યુકેના લોકપ્રિય ટીવી સ્ટાર્સ, ગાયકો અને મ્યુઝિશિયન્સને મળવાની તક. સંપર્ક. જયંતીભાઈ ખગ્રામ 020 8907 0028

• BAPSસ્વામીનારાયણ સત્સંગ મંડળ, હેરો/બ્રેન્ટ દ્વારા ‘જીવન જીવવાની કળા’ વિષય પર પૂ. જનમંગલ સ્વામીની ચાતુર્માસ પારાયણ કથાનું સોમવાર તા.૩૦.૭.૧૮થી શુક્રવાર તા.૩.૮.૧૮ સાંજે ૬થી રાત્રે ૧૦ દરમિયાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દિનેશ પટેલ 07983 708 584


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter