સંસ્થા સમાચાર - અંક ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૮

Wednesday 19th September 2018 07:23 EDT
 

• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતીની ઉજવણીનું રવિવાર તા.૩૦ સપ્ટેમ્બર બપોરે ૨થી રાત્રે ૧૦ દરમિયાન કડવા પાટીદાર સમાજ, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. તમામ ધર્મજવાસીઓ અને પરિણીત પુત્રીઓને પધારવા આમંત્રણ છે. સંપર્ક. 020 8726 0730
• કરમસદ સમાજ યુકેના ૪૭મા વાર્ષિક સ્નેહ સંમેલનનું તા.૨૩ સપ્ટેમ્બર બપોરે ૨.૩૦ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. કરમસદના સર્વે ભાઈઓ તથા બહેન દીકરીઓને પધારવા આમંત્રણ છે. કાર પાર્કિંગની વ્યવસ્થા છે.
સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ 07956 458 872
• લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન અને બ્રાહ્મણ સમાજ યુકે દ્વારા તા.૧૦થી૧૮ ઓક્ટોબર નવરાત્રી નિમિત્તે તેમજ શરદ પૂનમને તા.૨૪ ઓક્ટોબરે રાત્રે ૮થી ૧૧.૩૦ અને રવિવાર તા.૧૪ ઓક્ટોબરે બપોરે ૪થી રાત્રે ૮ દરમિયાન રાસ-ગરબાનું લોહાણા કોમ્યુનિટી કોમ્પ્લેક્સ, પી વી રાયચુરા સેન્ટર, ચર્ચ રોડ, ક્રોયડન CR0 1SH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. [email protected]
• બ્રાઈટ સ્ટાર્સ આયોજીત મિલન સિંઘ લાઈવ ઈન કોન્સર્ટનું શનિવાર તા.૨૨ સપ્ટેમ્બર સાંજે ૬થી રાત્રે ૧૧ દરમિયાન આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, ઈલિંગ રોડ, વેમ્બલી, HA0 4PWખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન ત્રિવેદી 07956 278 229
• BAPSશ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી નિમિત્તે તેમના જીવન અને કવન વિશે ‘એવા સંતને નમું હું શીશ’ અંતર્ગત સંગીતમય શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું તા.૨૩ નોટિંગહામ, તા.૨૯ લેસ્ટર, તા.૩૦ હેવન્ટ, ખાતે આયોજન કરાયું છે.
• હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા તા. ૨૯ સપ્ટેમ્બર સાંજે ૮.૧૫થી ૧૦.૩૦ દરમિયાન નરેન્દ્રભાઈ ધોકિયા અને ગ્રૂપ દ્વારા ‘શ્રાદ્ધ ભજનો’નું આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4JE ખાતે આયોજન કરાયું છે. ભજન
બાદ આરતી અને પ્રસાદ.
સંપર્ક. પ્રમોદભાઈ પટેલ 07984 212 291
• સત કૈવલ સર્કલ દ્વારા કેવલજ્ઞાન પીઠાધિશ્વર સપ્તમ કુવેરાચાર્ય પૂ. અવિચલદાસજીના ૬૮મા પ્રાદુર્ભાવોત્સવની ઉજવણીનું તા.૩૦ સપ્ટેમ્બર બપોરે ૧થી સાંજે ૬ દરમિયાન બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન સેન્ટર, ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ HA0
4TH ખાતે આયોજન
કરાયું છે. સંપર્ક. યશવંતભાઈ 07973 408 069
• રંગીલા ઈવેન્ટ્સ દ્વારા પ્રસ્તુત કોમેડી નાટક ‘વ્હાલથી Whatsapp સુધી’ના સપ્ટેમ્બર ૨૦૧૮ના શોઝ • તા.૨૩ સાંજે ૭, હોવ પાર્ક સ્કૂલ એન્ડ 6th ફોર્મ સેન્ટર, નેવિલ રોડ, હોવ BN3 7BN સંપર્ક. બિપીન પટેલ 07961 208 812 • તા. ૨૯ સાંજે ૭.૩૦, નોરબરી મેનોર કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હિથ, CR7 8BT કલ્પનાબેન વાલાણી 020 8683 3962 • તા.૩૦ સાંજે ૭.૩૦, હેચ એન્ડ હાઈ સ્કૂલ, હેડસ્ટોન લેન, હેરો HA3 6NR સંપર્ક. કાજલ પટેલ 07871 544 192
 • કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના કાર્યક્રમો • શ્રીમદ ભાગવત કથા તા.૧થી ૭ ઓક્ટોબર, સમય સોમવારથી શનિવાર બપોરે ૪થી રાત્રે ૮ અને રવિવારે સવારે ૧૧થી બપોરે ૨ રહેશે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. • નવરાત્રિ તા.૧૦થી ૧૯ ઓક્ટોબર (તા.૧૭ ઓક્ટોબર સિવાય) રાત્રે ૮થી ૧૧, સાંજે ૭થી ૮ મહાપ્રસાદ • શરદપૂનમ તા.૨૩ ઓક્ટોબર રાત્રે ૮થી ૧૧. સંપર્ક. વિનોદભાઈ 07404 225 486 અથવા વિમળાબેન 07979 155 320
• શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ લંડન HA0 4TA ખાતે ૨૩ સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. તા. ૨૦ સુધી સવારે ૧૦.૩૦ અને સાંજે ૬.૩૦ વાગે આરતી થશે. તા.૨૦ સવારે ૧૦.૪૫થી બપોરે ૧.૩૦ જળઝીલણી એકાદશી, હરિહર મિલન, બાલકૃષ્ણ લાલજી કી શોભાયાત્રા. તા.૨૧થી તા.૨૩ સવારે ૯થી ગણેશ લાડુ પૂજનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 7737
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા.૨૩ સપ્ટેમ્બર સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર ફતુભાઈ અને નેમાબેન મૂલચંદાણી છે. સંપર્ક: 020 8459 5758
• ગાયત્રી પરિવાર યુકે દ્વારા પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું તા.૨૩ સપ્ટેમ્બર બપોરે ૧૨થી ૩ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• નહેરુ સેન્ટર યુકે ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન
W1K 1HF ખાતે સપ્ટેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • તા. ૨૬ સાંજે ૬.૩૦ રાહુલ મિશ્રાનું ખયાલ ગાયન • તા. ૨૭ સાંજે ૬.૩૦ ‘પ્રણિતા’ શ્રીન ચૌધરી દ્વારા ભરત નાટ્યમ • તા. ૨૮ સાંજે ૬.૩૦ શ્રુતિ ચતુર્લાલ દ્વારા ‘યુફોનિક યોગા’ સંપર્ક. 020 7491 3567.
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે સપ્ટેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’ કોમેડી નાટક તા.૨૭ સાંજે ૭, સંપર્ક. પી આર પટેલ 07957 555 226 • તા. ૨૯ સાંજે ૬.૩૦ પુનશ્ચ સ્કૂલ ઓફ રવિન્દ્ર સંગીત દ્વારા ચિત્રાંગદા અને શ્યામા નૃત્યનાટિકા સંપર્ક. 020 7381 3086


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter