સંસ્થા સમાચાર - અંક ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૯

Wednesday 20th February 2019 09:43 EST
 

• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૪.૦૨.૧૯ને રવિવારે ગુજરાતી શાળા વાલી દિનનું બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન આયોજન કરાયું છે. તેમાં જીસીએસઈ પરીક્ષામાં પાસ થયેલા બાળકોને સર્ટિફિકેટ તેમજ તેજસ્વી બાળકોને ઈનામ એનાયત કરાશે. સંપર્ક. 01772 253 901
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૪.૦૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક. 020 8459 5758
• લંડન સેવાશ્રમ સંઘ ૯૯ એ ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે તા.૦૪.૦૩.૧૯ને મંગળવારે મહાશિવરાત્રી નિમિત્તે સાંજે ૬થી આખી રાત્રિ દરમિયાન પૂજાનું આયોજન કરાયું છે. જાણીતા કલાકારો અને લોકો દ્વારા ધૂન અને ભજન તથા મહાશિવરાત્રિના મહિમા વિશે પ્રવચન પણ થશે. રાત્રે ૯.૩૦ પ્રીતિભોજન રાખેલ છે. સંપર્ક. 020 8743 9048
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે દર બુધવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ શ્રીમદ ભાગવત પુરાણ તેમજ સાંજે ૮ થી રાત્રે ૯ એડલ્ટ શાખા, દર ગુરુવારે સવારે ૧૧થી બપોરે ૧ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી અને દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8553 5471
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો • દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો
• દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત
• ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો - તા.૨૩.૦૨.૧૯ સાંજે ૬થી રાત્રે ૯ કર્ણાટકી વોકલ/ભરતનાટ્યમ – તા.૦૨.૦૩.૧૯ સાંજે ૬થી રાત્રે ૯ ભારતના ગઝલ ગાયિકા પદ્મ ભૂષણ બેગમ અખ્તરના જીવન અને કવન વિશે કાર્યક્રમ ‘બેગમ અખ્તર – ધ મ્યુઝિક’. સંપર્ક. 020 7381 3086.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter