સંસ્થા સમાચાર - અંક ૨૪ નવેમ્બર ૨૦૧૮

Tuesday 20th November 2018 14:59 EST
 

• સાઉથ એશિયન હેલ્થ એક્શન (SAHA) દ્વારા હિંદુ, જૈન અને શીખ સમુદાયના હયાત કિડની દાતાઓ સાથે દિવાળીની ઉજવણીના કાર્યક્રમનું બુધવાર તા.૨૮.૧૧.૧૮ સાંજે ૬.૩૦થી ૮.૩૦ દરમિયાન લીડ્સ હિંદુ ટેમ્પલ, ૩૬ એલેક્ઝાન્ડ્રા રોડ, લીડ્સ LS6 1RFખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમમાં એક કિડની સાથે કેવી રીતે જીવી શકાય તે વિશે માર્ગદર્શન અપાશે. વધુમાં કિડની દાતાઓની ગાથા તેમના મુખે સાંભળવાની તક. NHS સ્ટાફ સાથે પ્રશ્રોત્તરી. બાદમાં ડિનરની વ્યવસ્થા છે. પ્રવેશ મફત. સંપર્ક. 07966 688 291
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૫.૧૧.૧૮ સવારે ૯.૩૦થી બપોરે ૪ દરમિયાન ભજન ભોજન કાર્યક્રમનું આયોજન
કરાયું છે. બહેનોના ભજન બપોરે ૨થી ૪ દરમિયાન રાખવામાં આવેલ છે. સંપર્ક. 01772 253 901
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા.૨૫-૧૧-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક
પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર શ્રી તિલકરાજ સરના અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• BAPSશ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી નિમિત્તે તેમના જીવન અને કવન વિશે ‘એવા સંતને નમું હું શીશ’ અંતર્ગત સંગીતમય શ્રદ્ધાંજલિના ડિસેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો - તા.૨ લફબરો તેમજ નેશનલ મહિલા મંડળ (લંડન), તા.૧૫ પ્રેસ્ટન, તા.૧૬ માન્ચેસ્ટર અને લુટન નોટિંગહામ, તા.૨૯ લેસ્ટર અને તા.૩૦ હેવન્ટ ખાતે આયોજન કરાયું છે.
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા.૨૫.૧૧.૧૮ સાંજે ૫.૦૦ વાગે ૨૫મા વર્લ્ડ ઓફ હિડન આઈડોલ ગ્લોબલ કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086.
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે નવેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • તા.૨૬થી તા.૩૦ સાંજે ૬.૧૫ રીટા જોબન પુત્રાનું આર્ટ એક્ઝિબિશન
• તા.૨૬ સાંજે ૬.૩૦ ખયાલ ગાયન – ચંદ્રિમા મિશ્રા • તા.૨૭ સાંજે ૬.૩૦ ખયાલ ગાયન – કવિરાજ ધાંધ્યલા • તા.૨૯ સાંજે ૬.૩૦ સુપ્રજા પ્રસાદ દ્વારા ભરતનાટ્યમ • તા.૩૦ સાંજે ૬.૩૦ કૃતિકા સુબ્રમણ્યમ દ્વારા ભરતનાટ્યમ. સંપર્ક. 020 7491 3567
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો • દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો
• દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત
• ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter