સંસ્થા સમાચાર - અંક ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮

Wednesday 26th September 2018 10:10 EDT
 

• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર વુડ લેન, સ્ટેનમોર, મીડલસેક્સ HA7 4LF ખાતેના કાર્યક્રમો • નવરાત્રિ - તા.૧૦થી ૧૮ ઓક્ટોબર સોમથી શુક્ર સાંજે ૭થી ૧૦ અને શનિ-રવિ સાંજે ૭.૧૦ • દશેરા - તા.૧૯ ઓક્ટોબર સાંજે ૭થી૯ • શરદપૂનમ - તા.૨૩ ઓક્ટોબર સાંજે ૭થી ૯. સંપર્ક. 020 8954 0205 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૯
• જાસ્પર સેન્ટર 2a, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે નવરાત્રિ ડે ટાઈમ દાંડિયા રાસનું તા.૧૦થી ૧૮ ઓક્ટોબર સુધી દરરોજ
બપોરે ૨થી ૪ દરમિયાન આયોજન કરાયું છે. સંપર્ક. 020 8861 1207
• હિંદુ કાઉન્સિલ ઓફ નોર્થ (યુકે) દ્વારા તા.૨૯.૯.૧૮ સાંજે ૬ વાગે રાસ ગરબા કોમ્પિટિશન ૨૦૧૮નું વિધાનશો ફોરમ, માન્ચેસ્ટર M22 5RXખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવનુ તા.૧૦થી ૧૮ ઓક્ટોબર સાંજે ૭.૩૦થી રાત્રિના ૧૧ દરમિયાન નોર્બરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઈઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે CR7 8BT ખાતે આયોજન કરાયું છે. શરદ પૂનમની ઉજવણી તા.૨૪ ઓક્ટોબર સાંજે ૭.૩૦થી રાત્રિના ૧૧ દરમિયાન થશે. સંપર્ક. ભાવનાબેન પટેલ 07932
523 040
• પીજ યુનિયન (યુકે) ટ્રસ્ટ, લંડન દ્વારા નવરાત્રિ ગરબાનું ઓરકેસ્ટ્રા મ્યુઝિક રીધમના સંગીત સાથે તા.૧૦થી ૧૯ ઓક્ટોબર સુધી રાત્રે ૮થી ૧૨ દરમિયાન કેનન્સ લેઝર સેન્ટર, મેડરિયા રોડ, મીચમ, સરે, CR4 4HD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. જે આર પટેલ 01689 821 922
• એડન દેપાળા મિત્ર મંડળ યુકે દ્વારા તા.૨૯ સપ્ટેમ્બર બપોરે ૨ વાગે બાર્નેટના સાંસદ માઈક ફ્રીર અને
પોલિસ કમાન્ડરની વિશેષ ઉપસ્થિતિમાં ગુના અટકાવવા જાગૃતિ કેળવવાના ઉપાયો વિશેના કાર્યક્રમનું 67 A, ચર્ચ લેન લંડન N2 0TE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8444 2054
• ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિ મંડળ દ્વારા તા.૩૦ સપ્ટેમ્બર બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન ‘પિતૃઓ માટે ભજનસંધ્યા’નું ઓમ સેન્ટર, ૯૭, ફ્લેક્સ રોડ, લેસ્ટર LE4 6QE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. ગીતાબેન સોલંકી 07828
999 604
• શ્રી પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ દ્વારા શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવનું પૂ. રસિકવલ્લભજી તેમજ પૂ. શિશિરકુમારજીના સાનિધ્યમાં તા.૩૦.૯.૧૮ બપોરે ૩થી સાંજે ૭ દરમિયાન કેન્ટન સાઉથ સેન્ટર, ૩૮૭, કેન્ટન રોડ, હેરો HA3 0YG ખાતે આયોજન કરાયું છે. દાન – સાંજીના દર્શનના મનોરથમાં સમુહ કિર્તન, મોટી દાન લીલા અને શિક્ષાપત્ર વિશે પ્રવચન થશે. સંપર્ક દીપિકા દેસાઈ 07872 613 064.
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે ઓક્ટોબર ૨૦૧૮ના કાર્યક્રમો • તા.૧થી ૫ સાંજે ૬.૧૫ એક્ઝિબિશન ‘ઘરાના ઓફ હિન્દુસ્તાની મ્યુઝિક’ • તા. ૧ સાંજે ૬.૩૦ ‘સમર્પણ’ નીકિતા બાણાવલીકરનું કથક નૃત્ય • તા. ૫ સાંજે ૬.૩૦ બર્ઝિન વાઘમારનું પ્રવચન સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા.૬ ઓક્ટોબર સાંજે ૬.૩૦ વાગે મહાલયની ૧૯મી વાર્ષિક ઉજવણીનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter