• ઈસ્ટ લંડન એસેક્સ બ્રહ્મસમાજ દ્વારા VHP (ઈલ્ફર્ડ) હિંદુ સેન્ટર, ૫૫ આલ્બર્ટ રોડ, ઈલ્ફર્ડ એસેક્સ IG1 1HU ખાતે આયોજીત પૂ. ભૂપેન્દ્રભાઈ પંડ્યા (મુંબઈ) ની ‘શ્રીરામકથા’નો લાભ શુક્રવાર તા.૧૦.૮.૧૮ સુધી બપોરે ૩થી ૭.૩૦ દરમિયાન લઈ શકાશે. કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. સુભાષ ઠાકર 07977 939 457
• વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા ૮૪ કોસ વ્રજ પરિક્રમા મહોત્સવનું ગુરુવાર તા.૯.૮.૧૮ સુધી દરરોજ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦ દરમિયાન હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે આયોજન કરાયું છે. મહોત્સવ દરમિયાન શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ) ‘વ્રજ યાત્રા મહાત્મ્ય કથા’નું રસપાન કરાવશે. દરરોજ મનોરથ બાદ આરતી અને તે પછી મહાપ્રસાદની વ્યવસ્થા છે. મહોત્સવના મીડિયા પાર્ટનર ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ છે. ‘આસ્થા’ ચેનલ પર કથાનું પ્રસારણ થશે. સંપર્ક. સુભાષ લાખાણી 07748 324 092
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું શનિવાર તા.૦૪-૦૮-૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન રેડિંગ હિંદુ ટેમ્પલ, ૧૧૨, વ્હીટલી સ્ટ્રીટ,
રેડિંગ, RG2 0EQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૦૫-૦૮-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર શારદાબેન પટેલ અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
• લેસ્ટર ફ્રેન્ડ્ઝ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા ‘થ્રી વેઝ ટુ ટેલ અ ટેલઃ ચર્નીંગ ધ મિલ્ક ઓશન’ વિષય પર જાણીતા વક્તા અનુરાધા પુનીના પ્રવચનનું શનિવાર તા.૪.૮.૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૯ દરમિયાન બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે.
• નિપ્પોન્ઝાન માયોહોજીના ઉપક્રમે આયોજીત કાર્યક્રમો • સોમવાર તા.૬.૮.૧૮ બપોરે ૧૨થી ૧ દરમિયાન લંડન રિજન CND દ્વારા હિરોશિમા ડે નિમિત્તે કાર્યક્રમ- ટેવિસ્ટોક સ્ક્વેર, બ્લૂમ્સબરી, લંડન WC1H 9EU • ગુરુવાર તા.૯.૮.૧૮ નાગાસાકી ડે નિમિત્તે વેસ્ટ્મિન્સ્ટર કેથેડ્રલ (TBC)થી લંડન પીસ પેગોડા સુધીની શાંતિરેલી અને સૂર્યાસ્ત બાદ ફ્લોટિંગ લેન્ટર્ન સેરેમની. સંપર્ક. 020 7607 2302
• વજુભાઈ પુરષોત્તમભાઈ પંખાણીયા અને પરિવાર દ્વારા પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વાણીમાં ભાગવત કથાનું રવિવાર તા.૧૨.૮.૧૮થી રવિવાર તા.૧૯.૮.૧૮ સુધી બપોરે ૨થી સાંજે ૭ દરમિયાન એસએસઈ અરેના (વેમ્બલી અરેના) અરેના સ્ક્વેર, એન્જિનિયર્સ વે, વેમ્બલી, મીડલસેક્સ HA9 0AA ખાતે આયોજન કરાયું છે.
ફ્રી પાર્કિંગની સુવિધા છે.
સંપર્ક. [email protected]
• આનંદમૂર્તિ ગુરુમાના પ્રવચનનું મંગળવાર તા.૭.૮.૧૮ સાંજે ૬થી ૮, બુધવાર તા.૮.૮.૧૮ સાંજે ૬થી ૮, દરમિયાન ડોન્કેસ્ટર સ્કૂલ ફોર ધ ડેફ, લેજર વે, ડોન્કેસ્ટર DN2 6AY. સંપર્ક. પવિત્તરસિંઘ 07825 565 531 તેમજ શુક્ર.તા.૧૦ સાંજે ૬થી ૮, શનિ. તા.૧૧ સાંજે ૫થી૭ અને રવિ. તા.૧૨ સાંજે ૫થી ૭ શ્રી હિંદુ ટેમ્પલ, બાર્નાબાસ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નૈના 07719 989 844
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર, યુકે ૨૨, પામર્સ્ટન રોડ, લંડન HA3 7RR ખાતે તા.૧૨.૮.૧૮થી તા.૨૦.૮.૧૮ સવારે ૧૧થી બપોરે ૨ દરમિયાન ૩૦૦ કિલોના પારદ શિવલિંગના સાનિધ્યમાં શ્રી યોગેશભાઈ શુક્લની વાણીમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. કથા પછી દરરોજ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8426 0678
• પૂ. ગિરીબાપૂની શિવ કથાનું સોમવાર તા.૧૩.૮.૧૮ થી રવિવાર તા.૧૯.૮.૧૮ સાંજે ૫.૩૦થી રાત્રે ૮.૩૦ દરમિયાન ૪૯, શ્રી પ્રજાપતિ એસોસિએશન, હિંદુ ટેમ્પલ, થોર્નટન લેન, બ્રેડફોર્ડ BD5 9DN ખાતે આયોજન કરાયું છે. તા.૧૮.૮.૧૮ કથા બાદ શિવ સંગીત સંધ્યા. કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા
છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • સોમવાર તા.૬.૮.૧૮થી શુક્રવાર તા.૧૦.૮.૧૮ સાંજે ૬ વાગે પ્રીતિ રાણાનું આર્ટ એક્જિબિશન • સોમવાર તા.૬.૮.૧૮ સાંજે ૬.૩૦ ‘હાર્ટફુલનેસ’ પુસ્તકની યુકે આવૃત્તિનું વિમોચન • બુધવાર તા.૮.૮.૧૮ સાંજે ૬.૩૦ વો ચાંદ ખિલા - ભારતીય શાસ્ત્રીય સંગીત • ગુરુવાર તા.૯.૮.૧૮ સાંજે ૬.૩૦ એહસાન એહમદ ખાનનું ખયાલ ગાયન
• શુક્રવાર તા.૧૦.૮.૧૮ સાંજે ૬.૩૦ ‘સેવિંગ ધ રિનો’ -
પેનલ ડિસ્કશન. સંપર્ક. 020 7491 3567
• ફેમ એન્ડ રાજ (એપ્સલેટ) પ્રસ્તુત, પંકજ ત્રિવેદી લિખિત અને હેમંત પીઠડીયા નિર્મિત કોમેડી નાટક ‘બારબાર દેખો’ ના શોઝ • શુક્રવાર તા.૧૦.૮.૧૮ વીલીઓટ્સ થિયેટર, પોટર્સબાર, સંપર્ક. જીતુ ભાટી 07435 962 350
• શનિવાર તા.૧૧.૮.૧૮ બપોરે ૩ અને સાંજે ૭ વાગે હેચ એન્ડ સ્કૂલ, હેરો સંપર્ક. કુણાલ વ્યાસ 07578 619 040
• રવિવાર તા.૧૨.૮.૧૮ બપોરે ૩ અને સાંજે ૭ વાગે પીપુલ થિયેટર, લેસ્ટર સંપર્ક. શૈલેષભાઈ 07778 143 303 અને રાડિયા સુપર સ્ટોર 01162 669 409
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો • દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો • દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત • ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760
• ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.)
વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000

