સંસ્થા સમાચાર - અંક ૭ એપ્રિલ ૨૦૧૮

Wednesday 04th April 2018 06:40 EDT
 

• સાઉથ ઈસ્ટ જૈન એસોસિએશન દ્વારા રવિવાર તા.૮-૪-૧૮ સવારે ૯થી સાંજે ૫ દરમિયાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે આયોજન કરાયું છે. બાદમાં સ્વામીવાત્સલ્ય છે. સંપર્ક. વીરેન્દ્રભાઈ બખાઈ 07714 757 848
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૦૮-૦૪-૧૮ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને શ્રી રામ મંદિર વોલસોલના સંયુક્ત ઉપક્રમે સ્વામી ચિન્મયાનંદજીની રામકથાનું સોમવાર તા.૧૬-૪-૧૮થી રવિવાર તા.૨૨-૪-૧૮ સાંજે ૬થી રાત્રે ૮ દરમિયાન હિંદુ ટેમ્પલ, ગીતાભવન, પીઅરટ્રી રોડ, ડર્બી, DE23 6QAખાતે આયોજન કરાયું છે. સંપર્ક. નીશા દીદી 07930 271 934
• કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતે રવિવાર તા.૧૩-૫-૧૮ સવારે ૧૧થી બપોરે ૩ દરમિયાન ભગવાન શ્રી વિશ્વકર્માની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુકેના વિવિધ શહેરોના ભક્તોને આ ઉત્સવમાં જોડાવા માટે કોચ લઈને પધારવા નિમંત્રણ છે. સંપર્ક. વિનોદ પટેલ 02920 623 760
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૮-૪-૧૮ સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન માતાકી ચૌકીનું આયોજન કરાયું છે. સંસ્થા દ્વારા સોમવારથી શનિવાર સુધી યોગ અને ધ્યાનના કાર્યક્રમ યોજાય છે. દર બુધવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ શ્રીમદ ભાગવત મહાપુરાણનું વાંચન અને દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને મરાઠી ભાષાના તેમજ હિંદુ ધર્મના ક્લાસ યોજાય છે. સંપર્ક. 020 8553 5471
• ટ્રાવેલપેક, ગેલેક્સી શોઝ લંડન અને સ્કાયલિંકના ઉપક્રમે મુખ્તાર શાહ અને હેતલ નાયકના કંઠે બોલિવુડ ગીતોનો ‘મુખ્તાર હી મુકેશ હૈ’ કાર્યક્રમ • શુક્રવાર તા.૧૩-૪-૧૮ રાત્રે ૮ વાગે પીપુલ એન્ટરપ્રાઈઝ, ઓર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP સંપર્ક. બી વસંત ભક્તા 07860 280 655 • શનિવાર તા.૧૪-૪-૧૮ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લિપ, HA4 7QLસંપર્ક. મનોજ માધાપરિયા 07931 534 270 • રવિવાર તા. ૧૫-૪-૧૮ સાંજે ૫ ક્યૂબ થિયેટર બુશી એકેડમી સંપર્ક. દીપા 07947 561 947


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter